________________
૨૦૪
કંચન ને કામિની ની શોધમાં રહે છે. કમભાગી સ્ત્રી કમાય અને પિતે એ કમાણી પર લહેર કરે. તેઓ મને લલચાવે છે, ધમકાવે છે. મારે મારા ટોળામાં જવું જોઈએ; પણ હવે ત્યાં મારું સ્થાન નથી. હું હવે સહુને જન્મ ને મૃત્યુ આપનાર પરમાત્માને મેળે જાઉં છું. જવાનું મને દુ:ખ નથી. મને મળેલી ૫૦,૦૦૦ ની રકમમાંથી ૧૦,૦૦૦ મારી દાસીને આપવા સિવાય ૪૦,૦૦૦ કોર્ટને સોંપું છું. મારા જેવી દુખિયારીઓ માટે વાપરશોભના.”
શોભના ગઈ. પોલીસે એના મડદાને કાયદેસર તપાસ માટે ચીરવા હેસ્પિટલમાં મોકલ્યું. જીવતાં ચિરાયેલા દેહ, મર્યા પછી ચિરાય એમાં નવાઈ શી? પણ શોભનાને એની ક્યાં પરવા હતી? એ તે આકાશની કોઈ રંગભરી વાદળીઓમાં છુપાઈ ગઈ હતી.