________________
છેલ્લું વિલ છું કે પત્ની મર્યા પછી પતિ જે આચારે કરે, એ જ આચાર પતિ મર્યા પછી પત્ની તરફ થવા દેજો. એને જગતમાં નકામી ન બનાવશો. પળે પળે એની કમનસીબીની યાદ ન આપશે. અપશુકનિયાળ ન બનાવશે. એક કીમતી જીવનને ઊકરડે ન નાખશે. મારા જીવનનું સાથી! સુખદુઃખનું સંગાથી! અજોડ વફાદાર મિત્ર. એને બેવફા નહિ બનું, નહિ બનું!'
“વાયડલ લાગે છે!” એકે ધીરેથી કહ્યું.
હું બેલતે જ ગયો. રખે ફરી બેલાય કે ન બેલાય. ઘરમાં એને હાથે શુકનનું તિલક કરાવજે. એને હાથે લગ્નના માણેકથંભ રોપાવજો. પતિ મર્યા પછી સંયમથી જીવનાર સ્ત્રી જેવી પવિત્રતાની મૂર્તિ સંસારમાં બીજી કોઈ નથી. સંયમ કેટલે અશક્ય છે, એ પુરુષ સમજે છે. મારી આ ઈચ્છા છે, એની સામે થનારને ચાર હત્યાનાં પાપ...એને દીકરીથી પણ દીવો નહિ રહે.”
ઓરડાને દીવો બહાર લઈ જવાય, ને થાકેલે હું ફરી બેભાન બની ગયો ! ફરી કંઈ તીક્ષ્ણ શસ્ત્ર ભેંકાયું.
[૨] નિશાના ગયબી ઘૂમટમાં બેઠી બેઠી કેઈ સુંદરી સુંદર ગાન છેડતી હતી. એના ઝંકાર મોડી રાતે મારા મંદ બનેલા શ્રવણપટ પર અથડાવા લાગ્યા. લીંબડાની ડાળ પર એક ઘુવડનું બચ્ચું તાજો આહાર જમીને ઓડકાર ખાતું બેઠું હતું. એને ભયંકર અવાજ પણ, આ વિસ્કૃતિની પળે અતિ મીઠે લાગ્યો. જાણે મૃત્યુનગરીને પ્રવાસી પાછો ફર્યો હતો.
કલ્પનાને વ્યાપાર કરવાની દશ દશ વર્ષની આદત કંઈ આજે છૂટે? કલ્પનાના જગતમાં ઉછાળ આવ્યું જાણું કેઈ સભા ભરાણી છે ને પેલું ઘુવડ પ્રમુખસ્થાને બિરાર્યું છે. એણે મને પહેલે પ્રશ્ન એ કર્યો, કે “તું લેખક કેમ બને તે વાત કહેવાની બાકી રાખી છે, તે હવે