________________
સાંકળી ફઈબા
એ તો દૂધ છે. દૂધ આપ્યું ? કાં ?”
રેજ વધારે પડ્યા કરે છે ને સાંકળી ગઈ ત્યારથી વલેણું કરવાનું મન થતું નથી. આ છોકરાંઓને પણ દૂધ ઓછું ભાવે છે. પછી દૂધને વધારે રહે એને શું કરો ? રૂખીને આપી દઉં છું.”
પણ સાધુ મુનિરાજના પાતરામાં (પાત્રમાં) શું આપ છો ?' દાદાએ જરા કડક અવાજે કહ્યું.
હવે તે સાધુ-મુનિરાજ ક્યાં છે? પાશેર દૂધ પણ એમને પાતરાને જતું નથી. આપણું મુનિરાજે હાલમાં આ તરફ ઓછી વિહરે છે.”
“શું કહે છે તું? જ્યાં રોજ પાંચ શેર દૂધ જતું ત્યાં આજે પાશેર દૂધ પણ નહિ ?” , “તમારે અપાસરે ક્યાં જવું છે તે ખબર પડે ! કાલે દેરાવાસીને સંઘ ભેગો થયો હતો. સહુ કહેતા કે ચીકાના દાદા આખો દહાડે થાનકે પડ્યા રહે છે. જરા ધરમમાં ઊંડા ઊતરે તે સારું !”
સમો સમજે ! એટલે જ થાનકમાં દશ દશ સાધુ હોવા છતાં તમારે ત્યાંથી પાશેર દૂધ પણ ઓછું થતું નથી ! શેઠાણું, (દાદા ખિજાય ત્યારે દાદીને શેઠાણી કહેતા) ત્યારે તમે ધર્મમાં ઊંડાં ઊતર્યા ખરાં ! જુઓ, મારે મન કોઈ જાતને વેરે-વચ્ચે નથી! હું ધર્મમાં ઊંડે ઊતર્યો નથી. જ્યાં મન ટૂંકું થતું હોય ત્યાં ઊંડું ઊતરવુંય નથી !'
વ્યાખ્યાનમાં જતા હે તે બધી સમજ પડે.
આવી વાતે તે ઉપરથી ખુદ ભગવાન આવીને કહે તેય વખ જેવી લાગે. હેત-પ્રીત વધે, મનના મદ ગળી જાય, એકબીજાના દુખે દુઃખી થવાય ને સુખે સુખી થવાય, મહેમાનને ને મુનિને આપીને