________________
કંચન ને કામિની ગોટપીટ કર્યા જ કરે. કંઈ બેટબેલ રમે. કંઈ મરઘાંબતકાં ભારે. આપણું ગામમાં પહેલાં આવું નહતું. કેઈ કહેવા જાય તે જંગલી, હેમ ગમાર કહી મેં તેડી લે. બેટા, અત્યારનું ભણુતર જ ભૂરું લાગે છે. માણસને માણસ રાખતું નથી. મારે સુલતાનીઓ, એમાં જ ગયે !”
કેમ?”
શહેરમાં ભણતા હતા. એક દહાડે અહીં આવ્યો ને કહેવા લાગ્યો : “મા, હિંદુ ને મુસલમાન બે જુદા. આ આપણી અને એમની વચ્ચે બાપે માર્યું વેર ને કંઈ કંઈ જૂની પુરાણી વાત કરી ગયે, મારે માટે તે આ વાત નવી હતી. અહીં તે અમારા પીરને હિન્દુ માનતા ને અમે હિન્દુની હળી-દિવાળી કરતા, પણ ન જાણે આ નવતરનું ભણતર કે બે પડોશી એકાએક એક રાતમાં એકબીજાના દુશ્મન બની ગયા ને બેટા, એ નાદમાં કહે છે કે શહેરમાં હિંદુમુસ્લિમ લડ્યા ને મારે સુલતાનીઓ એમાં ઝબ્ધ થઈ ગયે, ને બેટા, જમાલ પણ ગયો.”
જમાલને શું થયું?”
“હું દર શીતળા સાતમે તારે ત્યાંથી ટાઢું લાવીને ખાતી, પણ આ વર્ષે કંઈક આળસ ને કંઈક મતભેદ જેવું એટલે ન ગઈ. તાકડે ગામમાં શીતળાના વા વાયા ને એમાં મારે જમાલ ગયો.”
મને દુનિયાનું ચક્કર ઊંધું ફરતું લાગ્યું. મેં કહ્યું: “મા, હું ચકુભાઈને મળીશ ને તમારા માટે બધું બરાબર કરાવી દઈશ. તમે નિરાંતે રહેજો.”
વાહ, બેટા ! આખી જિંદગી આ ઘરમાં કાઢી. સુલતાનને બાપ અહીં જ સુતે, હવે નવા ઘેર જતાં મન કેમ માને? આટલું ખેરડું જીવતાં સુધી ટકી રહે એટલે બસ.'
બીજે દહાડે ચકુભાઈને મપણ ત્યાં તે અમલદારી વર્તાવ