________________
૧૮૦
કંચન ને કામિની હતાં. એક થાળીમાં પકવાન હતાં. કદી ન પહેરેલાં વિચિત્ર કપડાં એને કહી રહ્યાં હતાં.
થોડીવારે એક પડછંદ પુરુષ અંદર આવ્યો. એણે શાદીને પિશાક પહેર્યો હતો, કપડાં પર અત્તર ને આંખમાં સૂરમે હતે.
રંજન એ પુરુષનું મેં જોઈ ન શકી. ફરી મૂછ આવી ગઈ. પાસે બેઠેલી બળવાન બાંદી બહાર સરકી ગઈ. પુરુષ મૂર્શિત થતી રંજનને ઉપાડી લીધી!
[૩] સમય નગારાં પર ઘાવ દેતે વીતી ગયા. કેસૂડે ફરી ફૂલ આવ્યાં, પણ બિચારાં નાનાં ફૂલઝાડ તે કરમાઈ ગયાં હતાં. એક બૂઢા માળીથી બંગલે પણ કેટલે સચવાય? ક્યારાઓ ભાંગી ગયા હતા, ને વરસાદનાં પાણીએ નકામી જગાએ વહી જઈ ખાબેચિયાં કર્યાં હતાં. એના પર મચ્છરે રાતદિન સંગીત રેલાવતા.
બર્માથી આવતે કનું રેલગાડીને બદલે મેટરની મુસાફરી કરીને જલદી ઘેર આવી પડે. એણે મોટરમાંથી ઊતરતાં જ “રજનના નામની બૂમ મારી. હવે એક ક્ષણનો પણ વિલંબ એને માટે અસહ્ય હતા. રંજનને એ દેડીને ભેટી પડવા તલસતો હતો. | શેઠ સાબ.” બૂઢે માળી સામે દેડી આવ્યું. એને હતું કે આ બંગલે હવે નહિ વપરાય. બધું કુટુંબ તે બીજે રહેવા ચાલ્યું ગયું હતું. ભાડૂતો પણ રહેવા આવતાં નહિ. ભૂતિયા બંગલાને નામે એ જાતે થયો હતે. ઘરવાળાં કહેતાં કે “રંજનનું અહીં ખૂન થયું. એનું પ્રેત રાતે ભમે છે. અમારી સુશીલ કુળવધૂ !'
રજન ક્યાં?” આ સવાલનો જવાબ બૂઢે માળી આંખમાં આંસુ લાવવા સિવાય વિશેષ રીતે વાળી શક્યો નહિ. કનુ મૂંઝાયે,