________________
૭૨
કંચન ને કામિની “શહેરનું રૂપ તો વિષ્ણુ ભગવાને મહિનરૂપ ધર્યું હતું એવું. સુરઅસુર સૌને લેભાવે. કામધંધે તે ઝટ મળી ગયો. પગાર પણ મનમાન્ય મળે. થોડા દહાડા તો અમરાપુરીમાં વાસ કર્યા જેવું લાગ્યું. વચ્ચે ગંગા ને શહેરમાં કમાવા ગયેલી બીજી સ્ત્રીઓ ગામમાં . આવી-ભારે રૂબાબથી. ચારવાર ચા ગાળે, સિનેમાનાં ગીત લલકારે, કપડાંને તે ભભકે ભારે! એ બધી શહેર તરફ પાછી વળી ત્યારે બીજી પચ્ચીસેક સ્ત્રીઓ એમની સાથે ગઈ.
સુમનભાઈ નસીબની વાત છે, કે એકવાર હું શહેરમાં ગયો. પણ શું વાત કહું ? શહેર તો પૈસાદારને પિવાય એવું. મધ્યમ વર્ગ માટે તે જાણે ચૂડેલના વાંસા જોઈ લે! કેવાં ગેબરાં ઘર ! અરે, અમારાં ઢેર પણ એમાં ન રહે. ખાવામાંય હીણામાં હીણું, ફક્ત તેલ-મરચાંને જ સવાદ. ચેખું ઘી દૂધ તે જોવા ન મળે. પછી હાડકાં કામ શું કરે ?
“શહેરની વાત જ અજબ. ઘરમાં કાન-ગેપીના ફોટા જોઈને સુમનભાઈ તમે જ કહેલું કે આને કાઢી નાખ ! પણ ભઈસાબ, તમારા શહેરમાં ઘેરઘેર ને બજારેબજારે, નાનીમોટી ચીજવસ્તુ પર નટડીઓની નખરાળી ને નાગી છબિયું જેઈ–અને વળી એને
કલા, કલા” કહી સન્માનતા શહેરીઓ જોઈ–મને ભગવાનની લીલાની છબિયું બેટી ન લાગી. માણસનાં મન સરખાં છે. એને આવું કંઈક જોઈએ. પછી સારા નામે કે ખોટા નામે!
“વળી તમે શહેરી ચોખા કહેવાઓ, પણ ગંદકી તમારી પડખોપડખ બેઠી છે. તમારું રસોઈઘર, દેવધર ને શૌચ જવાનું બધું પડખેપડખ! ભગવાને કેટલી મોટી ધરતી બનાવી, પણ શહેરમાં તે માણસ પર માણસ ખડકાયું છે! અમૃત આપનારી ગાયને બાંધવા માટે પરશાળ નથી, તુલસીક્યારે રેપવાને આંગણું નથી; જ્યાં જીવન એટલે હાયવોય ને બળાપો; જ્યાં માણસ માણસ રહેતું નથી, પણ