________________
ગંગા ગટરમાં
૭૩.
મિટરનું પૈડું થઈ જાય છે—બળ્યું એ શહેરમાં તે શું કામ જતા હશે! માંદા પડવા ને મરવા ?
“એ પણ ઠીક ! મેં ગલગોટા જેવી ગંગાને જોઈ તે જાણે ભૂંડી ભૂખ! આંખની ચારે તરફ કાળાં ડાભા ને ખે તે માટે જ નહિ ! મેંમાં ભૂંડી વાસ આવે. ઝટ નીકળી આવવાનું દિલ થયું. પણ બધાએ આગ્રહ કરીને રાત રોક્યો. પણ એ બાફમાં એ ગૂગળામણમાં રાત શું નીકળે? વળી એ દિવસે કામે ગયેલી ગંગા મેડે સુધી ન આવી. રાત જુગ જેવડી થઈ પડી.
મોડી રાતે અકળાઈને સીધી સડકે ફરવા નીકળ્યો. પણ થડે દૂર જાઉં છું ને જોઉં છું તે ગટરના ખૂણામાં એક બાઈ કંઈ બબડતી પડી હતી, ને પાસે પડેલે એક ઈક્કી મરદ કંઈ કંઈબીભત્સ ચાળા કરતો હતો. હું પાસે ગયો ને જોયું તો ગંગા ! એ નશામાં હતી. એના મે-ગાલ પર ઊઝરડા હતા, કપડાંનું ઠેકાણું નહોતું. મારા મગજમાં કંઈક કડાકો બોલ્યો.
રે શાણી ગંગા! તારા આ હાલ! આખરે ગંગા ગટરમાં !
ભાઈ, શું કહું તમને ? હું ઘડીએક પણ ત્યાં ઊભો રહી શક્યો નહિ. માર ખાધેલા કૂતરાની જેમ પૂછડી દબાવી ભાગ્યો. મારગમાં વિચાર કર્યો કે આ બધી વીજળી ને નળની જ મોંકાણ! એ ન હોત તો ગંગા શહેરમાં કમાવા જાત નહિ ને આ અનર્થ થાત નહિ! આ વિચારે મનને ગરમ કરી મૂક્યું. અહીં આવી મનની બધી દાઝ મેં વીજળી-પાણીના મશીન પર કાઢી. સુમનભાઈ, આ થઈ મારી વાત. હવે તમારે જે કરવું હોય તે કરે ! હું આ બેઠે. કાળે પાણુએ મોકલવો હોય તો મોકલે, ફાંસીએ દેવ હોય તો ફાંસીએ દો.”
સુમનભાઈ શું કરે? એ મનમાં ને મનમાં સંસ્કૃતિપ્રચારકમંડળ માટેનું એક ભાષણ તૈયાર કરી રહ્યા ! ! !