________________
ચૌદશિયે
૧૪૩
બગલમાં છરી ને મુખમાં રામ' માટે ટેવાયેલા આ જજમાન મધલાળ લગાડવામાં જાય એવા નહોતા.
આખરે ગાડીએ કાંપના સ્ટેશનમાંથી સરકવા માંડ્યું, “આવજે, ઓછુંવત્તું માફ કરજે'ના પિકારે ઉગ્ર બન્યા. ગાડીએ વેગ ધારણ કર્યો.
મહેમાન ગાડીની બેઠક પર બરાબર ગોઠવાયા. વડેરા મહેમાને છૂટકારાનો શ્વાસ લેતાં કહ્યું: “હાશ, હવે નિરાંત થઈ. કેમ કન્યા કેવી લાગી?”
“કન્યામાં શું કહેવા જેવું હતું ? ભાઈ શાસ્ત્રમાં કહ્યું છે, કે જુવાનીમાં તે ગધેડી પણ અસરા જેવી લાગે. એમાં વળી આ તે અત્યારના જમાનાની છોડીઓ. માથાનાં ગુચ્છાદાર પટિયાં ને એમાં પાશેર તેલ. કાને લટકણિયાં ને નવનવા રંગીન સાડલા, હવે તે કુબજા પણ પદમણી દેખાવાની.”
સહુથી કંઈક જુવાન લાગતા મહેમાને શૃંગારશાસ્ત્ર છેડી દીધું. આ વૃદ્ધો, અલબત્ત જુવાનો સામે આવી વાતો પ્રત્યે જબરી સૂગ ધરાવતા, પણ એમના મંડળમાં સ્ત્રીવિષયક ચર્ચા અત્યંત હોંશથી કરતા.
“પદમણીઓ તે ક્યાં રેઢી પડી છે? પણ હા. આપણા જમાના કરતાં આ વાતે ઐરિયું સુધરી ખરી. ચોટલા ને ચાંલ્લામાં જબરી ઉસ્તાદ. આખો દહાડે કંકુ ને કાંસકા સાથે વ્યવહાર ! કહે, કન્યા પાનાશેઠને ગમે તેવી તે ખરીને ? જશ મળશે ને ? જરા ધાર્યા કરતાં ખેંચાવું પડ્યું છે, એટલે પૂછું છું.'
“કેટલી રકમ થશે ?” બે કોથળી કન્યાની માને, એકાદ કથળી પેલા ચૌદશિયાને.”
અને શું આપણું મહેનત એળે જશે? ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધિયાને આટે એવું શા માટે કરે છે?”