SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ १९ વિષયની દાસી બની છે. એણે પુરુષના પ્રચંડ પુરુષાતન સામે પેાતાનુ પ્રતાપી સ્ત્રીત્વ જોડવા કરતાં, નજાકત ભરી રમકડા–રાણી બનવું પસંદ કર્યું. છે ! એ નાજુક, નમણી, ખર્ચાળ, મહેનતથી દૂર ભાગનારી, માંલી, અસહિષ્ણુ, ભાષણિયા, અંગેાનાં આકર્ષણો વધારવા માટે વેશભૂષા પાછળ બ્ય સમય ખાનારી બની છે! પુરુષનું વર્ચસ્વ થય ત્યાં છે! જૂની સ્ત્રી એક છેડેથી ગુલામ હતી; નવી સ્ત્રીએ ખીજે છેડેથી ગુલામીની શરૂઆત કરી છે ! સંસારને નરે।ત્તમાની ભેટ આપનાર માતૃસંસ્થા માટે આવા ઘસાતા એ શબ્દો કહેવા, એ ખરેખર લજ્જાસ્પદ છે. ઇતિહાસપ્રસિદ્ધ નરપુંગવાને પેદા કરનારી માતાએ તરફ સંપૂર્ણ અદબ રાખીને કહીએ છીએ, કે સ'સારની રત્નગર્ભા ખાણામાં લૂણા લાગ્યા છે ! કેટલીક તે। હવે ‘રત્નગર્લ્સ' શબ્દમાં પણ પેાતાનું અપમાન માની રહી છે ! પણ હજી જ્યાંસુધી સતાન સ્વર્ગ માંથી ગેરવી શકાતાં નથી, ત્યાંસુધી સ્ત્રીઓએ એ ધર્મ નિભાવવા જ પડશે. સ્ત્રી એ તા પ્રેરણાભૂમિ છે, પ્રેમનું ઝરણુ છે, પુરુષે એને વિકૃત કરી. એ વિકૃતિને સ્ત્રીએ પેાતાની પ્રકૃતિ માની! પરિણામ એ આવ્યું કે સાના પાછળ જ સ્ત્રી ખેંચાણી. આજે કાડભરી કામિની કંચનના ઢગલા પર જ બેસવા લલચાય છે ! મોટરા, મહેલો, ધરેણાં તે આભૂષણા હય એના પર વર્ચસ્વ રાખી રહ્યાં છે ! એવી ખરાતા બહુ મોટી જોડાય છે, પણ ખરાતી-જાનૈયા એ લગ્નની બીજી વર્ષગાંઠે આવે ત્યાં તે કંચન ને કામિની ખતેમાં ઝાડા જાગેલા સાંભળે છે ! આજે ભલે સ્ત્રીઓ વેચાતી ન હેાય, પણ એને સ્વીકારનાર મજબૂત, સશક્ત ને સુંદર ‘માલ ' તરીકે જ એને પસંદ કરે છે ! કામિનીસ્વરૂપા તરીકે સ્વીકૃત થયેલી સ્ત્રી સદા કામિની રહી શકતી નથી ને બર્ટ્રાન્ડ રસલ માને છે તેમ '
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy