SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ગંગા ગટરમાં વિનાની મજા છે, ગામડામાં મજા વિનાનું શરીર છે. એક ઠેકાણે કંચન છે, બીજે ઠેકાણે કાયા છે.” સુમન હાલમાં ખૂબ કામકાજમાં રોકાયેલું હતું, ત્યાં એકાએક એના ગામથી ચિઠ્ઠી આવી કે વીજળી અને પાણીના મશીનને ભારે નુકસાન થયું છે, માટે જલદી આવો! ગામમાં કાળે અંધારપટ પથરાઈ ગયો છે, ને પાણી વિના માછલાની જેમ માણસ તરફડે છે ! અરે, ગઈ કાલનાં સ્વતંત્ર માનવી થેડી સગવડ મળતાં આટલી બધી અગવડમાં આવી પડયાં ! સુમનને અનિચ્છાએ પણ જવું પડ્યું. ગામ પહોંચ્યો ત્યારે તેણે જાણ્યું કે આ નળ અને વીજળીના યંત્રને નુકસાન કરનાર ગુનેગાર તરીકે રૂપાને પકડવામાં આવ્યો હતો. મશીનના તે ભુક્કભુકો બોલી ગયા હતા. ભલે ભેળો રૂપે ? અરે, એ ખિજાય તે સામે મેએ બે લાકડી મારી લે, પણ આવાં કામ ન કરે અને એમાંય ગામના અહિતમાં તે એ ઊભો પણ ન રહે.” સુમને પિતાના બાળગેઠિયાની વતી બચાવ કરવા માંડ્યો, ત્યાં તે રૂપ જ વચ્ચે બોલી ઊઠ્યોઃ સાહેબ, મારે તમારી વકીલાતનું કામ નથી. તમે અહીંનાં છોકરાને ભણવા શહેરમાં મોકલ્યા, તે વકીલ બની ગામમાં કજિયા ઘાલ્યા. કહે છે બધું કાયદેસર કરે ! પંચ નકામું છે ! હું કહું છું, મેં ગુને કર્યો છે. સજા ફરમા !” રૂપા, ભલા આદમી ! તે આ શું કર્યું? શેઠ, તમે તમારું નામ સારું કર્યું, પણ ગામનું નામ બગાડ્યું બગાડવું કે સુધાયું ?” ગામના આગેવાને ગુસ્સે થઈ બેલી ઊઠયા, “મારો હારે રેચે છે ને !' . “જે કહે છે. પણ શેઠે ગામનું સારું કર્યું નથી.” રૂપે તે જડભરતની જેમ એક જ વાત ફૂટ કૂટ કરવા લાગ્યો.
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy