________________
ચૌદશિયે
૧૧૯
એકાદે બદનક્ષીની ફરિયાદ માંડવાની વાત કરી, તે રમણુક કહે, “હવે તે બધાના ફોટા પ્રગટ કરીશ ને તમે કોના કોનાં ગળાં કર્યા એ ય છાપીશ. ભલે જેલમાં જવું પડે!”
અરર..જેલન ય ડર નહિ, ભગવાન બચાવજે પેલા માતમા ગાંધીથી, છોકરાંને સાવ આમન્યામાંથી કાઢયાં.
હજારેને મૂંઝવણમાં નાખી, ચપટીમાં પારકાની આબરૂને રેળી નાખનાર ઓતમચંદ આજે મૂંઝાયો. એની દીકરી મંજુલાના હાથમાં પણ હેન્ડબીલ આવેલું. એ તે ઝેર ઘોળવા તૈયાર થઈ. પાનાચંદે પણ તેફાન શરૂ કર્યા. આખરે કઈ ગામ-ડાહ્યાની સલાહ લઈએણે ઘરના સાડાચાર હજાર આપી પાનાશેઠને વિદાય કર્યા.
છતાં વીંછીને ડંખ હજી નિર્વિષ નહોતે થે. એણે નાત ભેગી કરી. ઘુડે ઘૂડ મળ્યાં ને નાતબહાર મૂકવા તૈયાર થયા. એ રાત્રે જ રમણીક ગામના પટેલને મળી આવ્યો અને કહ્યું કે “નાતબહાર મૂકશો, તે છાપું કાઢીશ ને સંધ સ્થાપીશ. કળિયુગમાં સંધમાં શક્તિ છે. મારું તે કંઈ નહિ થાય, પણ તમારા ઘરડાપામાં ધૂળ નાખીશ.”
નાગાથી પાદશાહ આઘા, એમ સમજી નાતીલા જ ભેગા ન થયા. સહુએ ઓતમચંદને કહ્યું, “તારે બૂઢા કચરા અને સાત સાત સંતાનોવાળા બીજવર તથા રખડતા એકલદોકલે શોધી ચચ્ચાર હજાર રૂપિયા કઢાવી, કુમળી કળી સમી બાળાઓના ભવ બગાડવા છે અને એમાંથી દલાલાં કાઢવાં છે ! અમારે તારાં આવાં દુષ્ટ કર્મોમાં શા માટે સાથે રહેવું જોઈએ? શું અમારે એમાંથી કાંઈ ખાવુંપીવું છે કે અમે નાહકના આ પાપમાં પડીએ? કેટલીય બિચારી રોજ તારાં નામનાં છાજિયાં લેતી હશે !”
ખરેખર, ઓતમચંદ ખવરાવત–પિવરાવતે ત્યાં સુધી નાતીલા