________________
૧૮૪
કંચન ને કામિની અમારા ઘરમાં હવે એ નહિ ખાય. એને કહે કે એને માર્ગે ચાલી જાય ! અમને મેં ન બતાવે. અમે એને મરેલી જાણી છે. નકામી જીવતી થઈ અમને મુશ્કેલીમાં ન મૂકે !” ' અરે ! ઘરની લખમીને જાકારો ! ઘરનું માણસ ઘરમાં ન રહે તે ક્યાં જાય? આવી રીતે તે કોઈ ઘરના ઢેરને પણ હાંકી ન કાઢે ?
મેં કહેવા ઇછ્યું, પણ તેઓએ કહ્યું: “આ અમારી અંગત બાબત છે. તારે એમાં વચ્ચે ન પડવું ! તું કંઈ ન સમજે !'
હું ભાંગેલ હૈયે પાછો ફર્યો. શેઠાણીને શું કહું? આવા સમાચાર કહેતાં મારી જીભ કેમ ચાલે? હું રડી પડ્યો. તેમણે કહ્યું :
રડીશ નહિ, ભાઈ! હું જાણતી જ હતી. આ બધા શ્રીરામના પૂજારીઓ છે. સીતાની દયા એમના દિલમાં નથી. અહીં સ્ત્રી પહેલી શેભા છે–પછી માતા, બહેન કે દીકરી છે. પુત્ર ગમે તેવો દુરાચારી હેય, મા એને છોડશે નહિ. પતિ શરાબી કે શેતાન હોય, પત્ની અને પૂજશે. હું તે રમકડું હતી. આખું હતું ત્યાં સુધી ઘરમાં સંધર્યું : તૂટેલા રમકડાને કોણ સંધરે? ભાઈ તે હવે હું વિદાય લઈશ.”
“ના, બહેન ! અહીં રહે. મારા છાશરેટલામાં તમારે ભાગ સમજીશ.”
“ના ભાઈ, હવે હું કોઈને માથે પડવા માગતી નથી. જાણે છે કે આ સંસારમાં સ્ત્રી જ્યાં સુધી શીલવંતી રહે ત્યાં સુધી જ ગરીબ ને દુઃખી છે. એ અશીલને સ્વીકારે એટલે ધનવાન ને તાલેવંત છે. સમાજને ઠોકરે મારવાને હકદાર છે. ધર્મ બદલે તે પૂજાવાને હકદાર છે. પણ એથી એમ ન સમજીશ કે હું એ નરકાગારમાં જઈશ. અલબત્ત, મારી અનેક બહેનથી એ નરક ગુલજાર બન્યાં છે, ને એ જ સસ્વાભિમાની પર બધું ભૂલી એના ગ્રાહક બન્યા છે !”