________________
રામાયણની નિર્વાસિતા
૧૨૩ જે રાક્ષસ જેવા રાવણની પાસે હિંમત હારી ગઈ નહોતી, એ આજ દીન-હીન બની ગઈ.
અનાથ અબળા શું કરે ? સીતાએ છૂટે એ છાતી ફાટ રુદન આરંભ્ય. દિશા ને કાળ કંપી ઊઠયાં. રણોદ્ધાઓનાં હૈયાં પણ વીંધાઈ ગયાં. છતાં શ્રીરામ સ્વસ્થ મને ખડા હતા. હિમાચલની નિશ્ચલતા ત્યાં હતી.
સદનદ્વારા ભર્યું અંતર ખાલી કરીને સીતા ગદગદ્ કઠે બેલીઃ
“હે સૂર ! સામાન્ય પતિ પણ પિતાની સાધારણ સ્ત્રીને ન કહે તેવાં વચનો તમે મને કહ્યાં છે ! સામાન્ય સ્ત્રીઓની જેમ તમારી પ્રાણેશ્વરીને ન કલ્પ. રાવણનાં અંગોનો મને કદાચ સ્પર્શ થયે હોય, પણ એમાં હું લાચાર હતી. એ દેષ મારે નહિ. વિધાતાને જ હતો. જે વાત મારે અધીન નહિ એ માટે. મને લાંછન કેવું?” સીતા જરા થોભી ને પછી બેલી : - “મારું હૃદય મારે સ્વાધીન હતું, એમાં રામ સિવાય બીજાનું રટણ થયું જ નથી. મને પહેલાં જ ખબર હતી કે રામ મારે ત્યાગ કરશે, તે આ વ્યર્થ જીવિતને આજ સુધી શું કામ ધારણ. કરત? ને તમ સહુને યુદ્ધનો શ્રમ પણ શા માટે લેવા દેત ? ”
દુઃખિયારી સ્ત્રીને સ્વાભાવિક એવી નિર્ભયતાથી સીતા આગળ બેલી : “જનકપુત્રી છું, યજ્ઞભૂમિમાં જન્મેલી છું, પતિવ્રતા છું. તમે આદરણીય એવા મારા પતિવ્રતને આદર આપવાને બદલે અનાદર આયો છે. મારું શીલ, મારી ભક્તિ એ બધા પર પાણી ફેરવ્યું છે ! હવે મારા જીવિતનો કઈ અર્થ નથી.”
સીતાએ રામ તરફથી મેં ફેરવી લીધું, ને લક્ષ્મણ તરફ જોઈને બોલી : વીરા લક્ષ્મણ! મુજ દુખિયારીને કાજે તમે બધાએ ઘણું કર્યું છે. જે સ્ત્રીને સંસારમાં પિતાનો કહેવાય એવો સ્વામી નહિ, એના જીવનમાં કશું જ નહિ ! જીવિત અને મૃત્યુ એને મન બંને