________________
૨૫
“આજે આટલા વહેલા કાં ? કેમ ક્યાંય જવાનું છે કે શું ?” શેઠાણુએ પ્રશ્ન કર્યો.
હા, હા. હવે એક ઘડી પણ અહીં રહેવું પોષાય તેમ નથી. રામા, ચા મૂકી દે ! હું સ્ટેશન પર જઈને ટિકિટ રિઝવડ કરાવી આવું છું. આજે સાંજે જ દેશ તરફ ઊપડવાનું.”
પણ એકાએક શા માટે ?”
જોતી નથી ! બ્લેકના બ્લેક ખાલી પડ્યા છે ! પંખીના માળામાં પંખી નથી. માણસના માળામાં માણસ નથી. હવે એક ઘડીનું પણ અહીં પિાષાણ નથી !'
ક્યાં બ્લેક ખાલી પડ્યા ? હજી તે માળામાં પગ મૂકવાનો ભાગ નથી. શું શમણુમાં ખાલી જોયા ?”
મેં જોયા, અરે, બરાબર જોયા! એમાં મીનમેખનો ફેર નહિ.”
ક્યાં ને ક્યારે જોયા ?” “ઘેલી થઈ છે. કહું છું, જોયા ! સ્વપ્નમાં જોયા. ઊંઘ ઊડવાની છેલ્લી ઘડીનું–પરોઢનું સ્વપ્ન હમેશાં સાચું જ પડે ! અહાહા ! કેવું વિચિત્ર એ સ્વપ્ન! હવે તે જે ભાગે એ જ ભડનો દીકરે ! ચેતતા નર સદા સુખી ! મુલતવી રાખ્યાનાં માઠાં ફળ!” અને ભોગીલાલ શેઠે આકાશ, પાતાળ ને સમગ્ર પૃથ્વીને ભેદતી નજર ચારે દિશામાં ઘુમાવી . “એવાં સ્વમ તે કંઈક આવે, એમાં કંઈ આમ હડાહડ કરીને
ડું નસાય છે? માળાવાળા બધા આપણને મૂર્ખ ઠેરવે. આપણા એકને ત્યાં તે ધાડ નથી આવીને ?” રંભા શેઠાણીએ ચાને વાલે શેઠની આગળ મૂકતાં કહ્યું.
તમેં જલદી નહીં માને. બૈરાંની બુદ્ધિ પાનીએ. જાગતાની આ દુનિયા છે. જે જાગશે એ જીવશે! આપણે નીકળ્યાં એટલે એક