SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ કામ ને પ્રેમ ૨૦૭ | નવલે જોતજોતામાં ફરસી હાથમાં લીધી, ને માંચડેથી નીચે કૂદ્યો, વીજળીવેગે આગળ ધસ્યો ને બે હાથે આગળના સૂવર ઉપર ફરસી ઝાટકી. લેહીને ફુવારે ઊડી રહ્યો. ટોળું પાછું ફર્યું પણ પેલા ઘાયલ સૂવરે મરતાં મરતાં માથું ઉછાળ્યું, ને પાસે ઊભેલા નવલના દેહમાં પિતાની કાતીલ કાતી ભેંકી દીધી. નવલે બીજી વાર ફરસી ઊંચી કરી પણ નિરર્થક ! નવલ ને સૂવર બને નીચે પડ્યા. લેહીના ફુવારા શેરડીના છૂંદાયેલા રોપાઓને પલાળી રહ્યા. ' ચંદ્ર આકાશથી નીચે સરતો હતો. વનેચરે બખોલમાં આરામ લેવા ચાલ્યાં ગયાં હતાં. નાનાં નાનાં શિયાળવાં હજીયે કિકિયારીઓ કરતાં ફરી રહ્યાં હતાં, ને બન્ને બહાદુર હરીફે લેહીમાં તરબોળ થઈ નિશ્ચેતન પડ્યા હતા. - ફાટયો ને પ્રભાત થયું, ત્યાં તે ખેતરમાં આવેલા સાથીએ બધે વાત ફેલાવી દીધી. નવલની વિધવા મા રોતી કૂટતી ખેતરમાં પહોંચી. લેહીમાં તરબોળ નવલને જોઈ એણે રેતાં-રેતાં હજાર દેવોની માનતા માની, ને ક્યા દેવ વિમાને ચઢી ભીડ ભાંગવા આવે છે એની રાહ જોવા લાગી. ખેતરના માલિક ભાયાત કિસનસિંહ આવી પહોંચ્યા. દુનિયાનાં સુખદુઃખોને સારી રીતે જોઈ ચૂકેલા એ સજજન પુરુષ હતા. રેતી વિધવા માતાને “નવલ મારો પુત્ર છે,' એમ આશ્વાસન આપીને પિતાને ઘેર લઈ ગયા, ને દવાદારૂ શરૂ કર્યા. ખભા ઉપર ઘા કરી હતી. વેદના અકારી હતી, છતાં બધું દર્દ સહન કરી ચૂકે ચાં કર્યા વિના નવલ મર્દની જેમ પડ્યો રહ્યો. મેડી ઉપરના એકાન્ત ઓરડામાં નવલને રાખવામાં આવ્યો હતે. અવારનવાર આવતા સ્નેહીજનોથી એ એકાન્ત ઓરડ ભર્યો રહે.
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy