________________
(૧૬)
એક દિવસ ભગવંત શ્રી અજીતનાથના સમવસરણમાં તેઓ સર્વે દેશના સાંભળવાને આવ્યા. સહસ્રનયન ધનવાહનને જોઇને એને મારવાને ધસી આવ્યા પણુ ભગવંતના સમવસરણમાં ભગવંતને જોતાં જ વેરના નાશ થઇ ગયા.
66
ભગવતના શ્રીમુખે એના પૂર્વ ભવ સાંભળવાથી ત્યાં બેઠેલા રાક્ષસેાના રાજા ભીમે ઉઠીને ધનવાહનને આલિંગન દીધું. અને કહ્યું કે- પૂર્વ ભવે તું મારા અત્યંત પ્રિય પુત્ર હતા. જેથી આ ભવમાં તને હું પુત્ર તરીકે માનુ છું. અને જણાવું છું કે સાતસે જોજન લાંબે-પહાળા એવા સર્વે દ્વિપામાં મુકુટમણિ સમાન રાક્ષસદ્વિપ છે. એની વચ્ચેાવચ્ચ નવજોજન ઉંચા અને પાંચસે જોજનની પરિધિવાળા ગેાળાકારે ત્રિકુટ નામે પર્વત છે. તે ઉપર મે એક સુવર્ણ મય લ કા નગરી હાલમાંજ વસાવી છે. જેને સેાનાના કીલ્લે છે ને દેવા પણ જીતી ન શકે એવી એ સમુદ્રથી વીંટાયેલી અભેદ્ય છે, મકાના પણ સુવર્ણનાંજ બનાવીને તૈયાર કર્યો છે. ઘરનાં તારણા વગેરે પણ કનકનાંજ છે. એવી એ સેાનામય `લકા નગરી છે. વળી ખીજી તેનાથી પેલી તરફ છ જોજન દૂર સવાસા જોજન સમચારસ એવી પાતાલ લંકા નામે નગરી પણ મે વસાવી છે. એને નિલ ટિક રત્નાના કીલ્લા છે. એ બન્ને નગરીએ હું તને આપી દઉં છું. મારા લશ્કરની મદદવટે સુખપૂર્વક તું ત્યાંનું રાજ્ય ભાગવ ? એ બધું આ ભગવાનના દર્શનના પ્રભાવથીજ તને મળ્યું એમ સમજજે.” એમકહીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com