________________
(૧૪) ધ્યાનમાં રહીશું. તમે સર્વે આસપાસ ધ્યાન રાખતા નિરંતર એ રાવણ નિશાચરથી સાવધ રહેજે અને આપણું આ સન્યનું ભય થકી રક્ષણ કરજે.” રામચંદ્રજીની આવી અભુત સલાહ સાંભળીને સર્વે તાજુબ થયા.
સ્વામી ! એ ઘણું કષ્ટસાધ્ય કાર્ય છે. સમુદ્ર-મહેન્દ્ર ગંભિરતા પૂર્વક બોલ્યા.
ગમે તેવું કષ્ટસાધ્ય કાર્ય પણ પ્રયત્નને આધિન છે. આત્મા પિતાના સત્વથી–પરાક્રમથી બ્રહ્માંડને પણ ખળભળાવે છે. દુ:સાધ્ય કાર્ય પણ સિદ્ધ કરે છે. અમે પણ એ કાર્ય અવશ્ય સિદ્ધ કરશું. એ પ્રભુના પસાયથી સમુદ્રના આકાશમાં ઉછળતાં પાણું થંભાવી દેશું.” એમ બોલતા આવેશમાં રામચંદ્રજી ઉભા થઈ ગયા. લક્ષ્મણ પણ ઉડ્યા અને તે સાથે સર્વે રાજાઓ પણ ઉભા થયા.
રામ અને લક્ષમણું સર્વ પ્રકારની વ્યવસ્થા કરીને તપસ્વી જેવાં વસ્ત્રો પહેરી એ જીન ભુવનમાં આવ્યા. બંને બાંધવ ભગવાનની સમક્ષ અભિગ્રહ લઈને ધ્યાન ધરવા લાગ્યા-એકાગ્ર ચિર પ્રભુમાં લીન થયા. “હે વિશ્વ વત્સલ? હે જગવલ્લભ? વિશ્વમાં અદ્વિતીય વીર? તમારા પ્રભાવથી સમુદ્રનું આકાશમાં ઉછળતું આ જળ થંભાઈ જાય કે જેથી અમે એની ઉપર પાજ બાંધી લંકામાં જઈ રાવણ પાસેથી સીતાજીને છોડાવી શકીએ. !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com