________________
પ્રકરણ ૩ . રાવણના પૂર્વ પરિચયઃ—
આ સમયે આઠમે પ્રતિ વાસુદેવ રાવણુ ભરતક્ષેત્રના ત્રણ ખંડ ઉપર પેાતાની સત્તા જમાવી વિશ્વમાં અદ્વિતીય વીર તરીકે પ્રસિદ્ધ થયા હતા. તે સમયમાં જે જે નાના મેટા રાજાએ રાજ્યની હકુમત ભાગવતાં હતાં. તે સને યુદ્ધમાં જીતી લઇને રાવણે પેાતાના તાબેદાર બનાવ્યા હતા. સમર્થ વિદ્યાધર રાજાઓના ગર્વ પણ તેણે ઉતાર્યા હતા. જેથી કાઇપણ રાજા કે વિદ્યાધર રાવણુની આજ્ઞા ઉલ્લ ઘવાને સમર્થ નહાતાં.
પૂર્વે શ્રી અજીતનાથ નામે ખીજા તીર્થંકર ચેાથા આરાના લગભગ મધ્ય સમયમાં થયા. તેમના સમયમાં વૈતાઢ્ય પર્યંત ઉપર આવેલા રથનુપુર નગરમાં પૂર્ણ મેઘ નામે વિદ્યાધર રાજા હતા. તેણે ગગનવલ્લભ નગરના રાજા સુàાચનને તેની પુત્રી સુકેશા પેાતાનો સાથે નહીં પરણાવવાથી યુદ્ધ કરી લડાઈમાં મારી નાખ્યા. જેથી સુલેાચનના પુત્ર સહસ્રનયન પેાતાની બેન તથા સારભૂત દ્રવ્ય અને પરિવારને લઇને નાશી કેાઇ એકાંત સ્થાનકે રહ્યો અને સગર ચક્રવર્તીને પોતાની બેન સુકેશા પરણાવી. તેથી સુગર ચક્રવર્તીએ સર્વે વિદ્યાધરાના અધિપતિ સ્થા પીને સહસ્રનયનને તેના બાપની ગાદીએ બેસાડ્યો, સહસ્રનયને ચક્રીની મદદથી પૂર્ણ મેઘને મારી નાખ્યા . જેથી તેના પુત્ર ધનવાહન ભયના માર્યો જ્યાં ત્યાં છુપાતા ફરતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com