________________
૬
કરે છે.
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૬૦ હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તોપણ અભ્યાસ સર્વનો ઉપાય છે.
૬૧ ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે,
વર તેમ નવું વૈર વધારીશ નહીં, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્ત્વજ્ઞાનીઓ
૬૩ મહારંભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તો અટકજે.
૬૪ બહોળી લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકબ્જે.
૬૫ વખત અમુલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે,
૬ વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળમોહિનીથી આજે અત્યંતરમોહિની વધારીશ નહીં. ૬૭ નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે,
ક કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધ.
૬૯ સુયોજક કૃત્ય કરવામાં દોરાવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો મંગળદાયક દિવસ બીજો નથી.
૭૦ અધિકારી હો તોપણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે, તે પણ પ્રજાના માનીતા નોકર છે.
વર્તજે.
૭૧ વ્યાવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સપ્રતિજ્ઞા માની આજના દિવસમાં
કર સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે
૭૩ આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય
(૧) આરોગ્યતા. (૨) મહત્તા. (૩) પવિત્રતા (૪) ફરજ.
૭૪ જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે.
૭૫ કરજ એ નીચ રજ (ક+રજ) છે; 'કરજ એ યમના હાથથી નીપજેલી વસ્તુ છે; (કર+જ) કર એ રાક્ષસી રાજાનો જુલમી કર ઉઘરાવનાર છે. એ હોય તો આજે ઉતારજે, અને નવું કરતાં અટકજે.
૭ દિવસ સંબંધી કૃત્યનો ગણિતભાવ હવે જોઈ જા.
૭૭ સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે.
૭૮ કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદ માન, નિરભિમાની રહે.
૭૯ જાણતાં અજાણતાં પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકજે.
૮૦ વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે.
૮૧ આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો, તેવી તારી જિંદગી ભોગવવાને માટે તું આનંદિત થા તો જ આ- દર આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે જ તારું આયુષ્ય સમજી સવૃત્તિમાં દોરાજે.
૮૩ સત્પુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય.
૮૪ આજનો દિવસ સોનેરી છે,પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સત્પુરુષોએ કહ્યું છે; માટે માન્ય કર. ૧ કરજ (કર +જ )