________________
૧૪
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
સમયસાર નાટક
સવૈયા (મનહર )
अनुभौके रसकौं रसायन कहत जग,
अनुभौ अभ्यास यहु तीरथकी ठौर है। अनुभौकी जो रसा कहावै सोई पोरसा सु,
अनुभौ अधोरसासौं ऊरधकी दौर है ।। अनुभौकी केलि यहै कामधेनु चित्रावेलि
अनुभको स्वाद पंच अमृतकौ कौर है। अनुभौ करम तोरै परमसौ प्रीति जोरै,
अनुभौ समान न धरम कोऊ और है ।। १९ ।। શબ્દાર્થ:- રસા=પૃથ્વી. અધોરસા=નરક. પોરસા=ફળદ્રુપ જમીન. ચિત્રાવેલિ=જાતની જડીબુટ્ટીનું નામ.
અર્થ:- અનુભવના રસને જગતના જ્ઞાનીઓ રસાયણ કહે છે, અનુભવનો અભ્યાસ એક તીર્થભૂમિ છે, અનુભવની ભૂમિ બધા પદાર્થોને ઉત્પન્ન કરનાર છે. અનુભવ ન૨કમાંથી કાઢીને સ્વર્ગ–મોક્ષમાં લઈ જાય છે, એનો આનંદ કામધેનુ અને ચિત્રાવેલી સમાન છે, એનો સ્વાદ પંચામૃતના ભોજન જેવો છે, એ કર્મોનો ક્ષય કરે છે અને પરમપદમાં પ્રેમ જોડે છે, એના જેવો બીજો કોઈ ધર્મ નથી. ૧૯.
છ દ્રવ્યોનું જ્ઞાન અનુભવનું કા૨ણ છે તેથી તેમનું વિવેચન કરવામાં આવે છે. જીવ દ્રવ્યનું સ્વરૂપ (દોહરા )
चेतनवंत अनंत गुन, परजै सकति अनंत।
अलख अखंडित सर्वगत, जीव दरव विरतंत ।। २० ।। શબ્દાર્થ:- અલખ=ઈન્દ્રિયગોચર નથી. સર્વગત=સર્વલોકમાં.
નોટઃ- સંસારમાં પંચામૃત, રસાયણ, કામધેનુ, ચિત્રાવેલી આદિ સુખદાયક પદાર્થ પ્રસિદ્ધ છે તેથી એમનાં દૃષ્ટાંત આપ્યાં છે પરંતુ અનુભવ એ બધાથી નિરાળો અને અનુપમ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com