________________
૩
કાવ્યાનુશાસન
સૂચવનાર આચાર્ય તરીકેનું માન પામે છે.
આ પછી હેમચન્દ્ર III-2 ની ચર્ચા હાથમાં લે છે. તેમાં પણ તેઓ આનંદવર્ધન તથા મમ્મટની રાહબરી સ્વીકારે છે. આપણે આ સૂત્રના અનુસંધાનની ચર્ચાનો સંક્ષેપ ઉપર આપ્યો છે. પ્રસીદ્દે વર્તસ્વ' વગેરે ઉદાહરણ કાવ્યપ્રકાશમાંથી છે, જ્યારે બાકીની સમગ્ર ચર્ચા ઉપર ધ્વન્યા. ૩ ૨૦નો ભાર છે. વિભાવાદિના પ્રતિકૂલ્યનું ઉદાહરણ ધ્વન્યા. પ્રમાણે છે. “નિર્દોર:' વગેરેની વિગત શૃંગારને અનુકૂળ થવાને બદલે નિર્વેદને સંકોરે તેવી છે. હેમચન્દ્ર જણાવે છે કે શૃંગાર | શાન્ત નિરૂપણની માફક શૃંગાર | બીભત્સ, શૃંગાર | ભયાનક, શાન્ત | રૌદ્ર વગેરે વિરોધી વિભાવાદિગ્રહણનાં ઉદાહરણ પણ આપી શકાય. “નિ ગરમvrfમ્સ.' વગેરે ઉદાહરણ કાવ્યપ્રકાશમાંથી લેવાયું છે. “મવાધ્યત્વેનું ઉદાહરણ “જ્યા વાર્થ' વગેરે સમજાવ્યા પછીની નોંધ કાવ્યપ્રકાશમાંથી છે તથા ધ્વન્યા૩/૨૦ ને પણ અનુસરે છે. એના ઉપરના લોચનનો પણ એવો જ પ્રભાવ છે. આ રીતે પોતાના નિરૂપણમાં મૂલ સ્રોતના પાટા હેમચન્દ્ર ઇચ્છા પ્રમાણે અવારનવાર બદલતા રહે છે. વિવેક(પૃ. ૧૭૨, પૃ. ૧૭૩ એજન)માં હેમચન્દ્ર તાપસવત્સરાજના વસ્તુનું વિસ્તારથી નિરૂપણ કરે છે તથા તેમાં મુખ્ય દોર કેવો કલાત્મક રીતે સચવાય છે તે સમજાવે છે.
હેમચન્દ્ર (પૃ. ૧૭૯, એજન) [ નિર્ણય તારવે છે કે, “ર્વ સેશ-કાન-વયો-ગાત્યાવીનાં વેપવ્યવહારઃ સમુદતમેવોપનિવેમ્.' એ પછી “વિવેક'માં (પૃ. ૧૭૯-૧૯૯ એજન), લાંબી ચર્ચા ઉદાહરણોથી મંડિત રીતે કરવામાં આવે છે જે શબ્દશઃ કાવ્યમીમાંસા અધિકરણ ૧૭ તથા ૧૮ (પૃ. ૮૯-૧૧૦ 6.0.s. આ.) પ્રમાણે છે. હેમચન્દ્ર અહીં ગૌણ મુદ્દાઓ અને ઉદાહરણોનો ક્રમ અત્રતત્ર બદલે છે પણ તે બદલેલી વ્યવસ્થાનું કોઈ તાર્કિક કારણ જણાતું નથી.
- પદ | વાક્ય દોષ :- આ સાથે હવે આપણે આચાર્ય હેમચન્ટે કરેલા પદ-વાક્ય-દોષ વિચારની વિસ્તૃત ચર્ચાનો ખ્યાલ મેળવીશું.
હેમચન્દ્ર બે પદદોષો (સૂત્ર૩/૪) (પૃ. ૧૯૯, એજન) (સૂત્ર ૫) ૧૩ વાયદોષો (પૃ. ૨૦૧-૨૨૬), (સૂત્ર ૬) આઠ ઉભયદોષો, (પૃ. ૨૨૯-૨૬૦) છેલ્લે (સૂત્ર ૭) ૧૩ પ્રકારના અર્થદોષો વિચારે છે. સૂત્ર ૮માં તેઓ જણાવે છે કે આ બધા દોષો “અનુકરણમાં દોષ નથી બનતા. તેવી રીતે વક્તા વગેરેના ઔચિત્યના મહિમાથી પણ દોષો અ-દોષરૂપ બને છે (સૂત્ર ૯), અને ક્યારેક આવા જ સંદર્ભમાં દોષો ગુણરૂપ (સૂત્ર ૧૦) બની જાય છે. આ સૂત્રની ચર્ચા તેમણે જરા પણ કરી નથી પણ ભોજે જેને વિશેષગુણો કહ્યા છે તે જ આ છે અને ભોજના ગ્રંથોમાં આવતા વિષયનું આમ આચાર્ય સ્વીકરણ તો કરે છે, પણ વિસ્તૃત ચર્ચા ટાળે છે.
આપણે હવે પદ-વાક્ય દોષોની વિસ્તૃત ચર્ચા કરીશું. આ સંદર્ભમાં આચાર્યશ્રી ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org