________________
ભૂમિકા
૩૯
ત્રણ રીતે થતા “અશ્લીલ' દોષને જુદો તારવે છે. હેમચન્દ્ર તેને અહીં ‘વિસંધિ'માં કેમ જોડી દે છે તેનું કારણ એ છે કે, જ્યાં સંધિ કરવાથી બ્રીડા, જુગુપ્સા કે અમંગલાર્થસ્મરણ થાય તેવે સ્થળે સંધિ ન કરવાથી ‘વિસંધિ' દોષ આવતો નથી, એમ સમજાવવા જ આચાર્યું આવું નિરૂપણ કર્યું છે. જો કે, આપણે એમ કહી શકીએ કે આ ત્રિવિધ અશ્લીલતાદોષ કેવળ સંધિ વિસંધિના સંદર્ભથી થોડો વધારે પણ છે. આચાર્યને મતે કષ્ટત્વની બાબતમાં પણ આવું જ વિચારવાનું છે કે, જો સંધિથી કષ્ટત્વ જન્મે તો વિસંધિ તે દોષ નથી. આવા સ-દોષ પ્રસંગો શુક, સ્ત્રી, બાલ તથા મૂર્ખલોકોના મુખસંસ્કારની સિદ્ધિ માટે તથા “પ્રહાસ' કહેતાં મશ્કરીરૂપ ગોષ્ઠીમાં ચાલી શકે, એ વિગત એક ઉદાહરણ દ્વારા આચાર્ય સ્પષ્ટ કરે છે.
‘ન્યૂનપદવ' સમજાવતાં આચાર્ય હેમચન્દ્ર નોંધે છે કે, અવશ્યવાચ્ય(પદ)ના અનભિધાનમાં ન્યૂનપદ– દોષ થાય છે, જેમ કે, “તમૂતાં દૃષ્ટવા' વેણીસંહાર નાટકના આ ઉદાહરણમાં ‘મરમfમ' અને “ટ્વિન્ને એ બન્ને પદોની આગળ “હ્યું” અને “નો' એ બે પદો જરૂરી છે, જે ન હોતાં ન્યૂનપદત્વ” દોષ થાય છે. હેમચન્દ્ર આ સમજૂતી મમ્મટને અનુસરીને આપે છે. મમ્મટે પોતાને મતે ન્યૂનપદવનો વાક્યમાત્રગતદોષ માનીને ઉલ્લેખ કર્યો છે અને આ સમજૂતી આપી છે.
હેમચન્દ્ર “અવશ્યવાળેશ્ય મનમથને એમ કહ્યું તેના અનુસંધાનમાં ‘વિવેક'(પૃ. ૨૦૨,૩,૪ એજન)માં વિશેષ ચર્ચા છેડી છે. આમાં મહિમભટ્ટનો સીધો પ્રભાવ તેમણે ઝીલ્યો છે અને શબ્દશઃ મહિમાની દલીલો આપી પોતાની આ વિશેષનોંધ તેમણે સમૃદ્ધ કરી છે. તે આ પ્રમાણે છે :
અવશ્યવાચ્યના અનભિધાનમાં દોષ તો ખરો, પણ અભિધેય અર્થ અવિનાભાવથી અથવા ઔચિત્યથી વ્યંજિત થઈ જાય, પ્રતીયમાન થઈ જાય, તો તેવા અર્થના અનભિધાનમાં દોષ આવતો નથી, જેમ કે, “ચિન્મા– ગનં.” (શ્લોક ૩૩૨, પૃ. ૨૦૨, વિવેક, એજન). જ્યાં બીજું કોઈ ક્રિયાપદ હોતું નથી, ત્યાં “ગતિ મત્ત ૧૦’ પ્રયોજાય છે એ ન્યાયે, ત્યાં મસ્ત આવી જાય છે. વળી, જેમ કે, “ના મવન્તમનતા (શ્લોક ૩૩૩, પૃ. ૨૦૨, વિવેક, એજન) તથા “મા ઘાસન્મા મી' (શ્લોક ૩૩૪, એજન) વગેરેમાં અનુક્રમે ક્રિયા અને કર્તુપદ ઔચિત્યથી પ્રતીત થાય છે, તેથી ન્યૂનપદત્વ દોષ આવતો નથી.
આ પછી વિવેકમાં (પૃ. ૨૦૩, એજન) અનભિહિતવાચ્ય અંગે એક સૂક્ષ્મ વિસ્તૃત ચર્ચા આચાર્યશ્રી છેડે છે. તેનો આધાર વ્યક્તિવિવેકમાંની ચર્ચા છે. (પૃ. ૩૮૮, વ્યક્તિવિવેક, આ.રેવાપ્રસાદ દ્વિવેદી), જે મહિમાએ વાચ્યાવચનદોષના સંદર્ભમાં કરી છે. હેમચન્દ્ર તે અક્ષરશઃ ઉતારી છે. આપણે ફરી એ વાત અધોરેખાંકિત કરીને નોંધીશું કે હેમચન્દ્ર અને વ્યક્તિવિવેકના સંદર્ભોની ઓળખ ડૉ. કુલકર્ણી તથા પ્રો. પરીખે કરાવી નથી. એ માટે એક જુદો પ્રયત્ન જરૂરી છે. તો, આ ચર્ચા પણ હેમચંદ્ર અક્ષરશઃ ઉતારી છે જે બતાવે છે કે, મૂળ આધારસામગ્રીમાંથી એક પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org