________________
१८१
૧૦) . . સૂ. ૬]
અહીં માથું હલાવવા (રૂપી કલ્પના) થી કુપિતનું વચન પ્રકાન્ત થતાં (દોષ નથી). ક્યારેક (કાવ્ય, કવિ) નીરસ હોતાં, ગુણરૂપ પણ નહીં ને દોષરૂપ પણ નહીં, જેમ કે,
તે સૂર્યનાં કિરણો તમારાં પાપ શીધ્ર હણી નાખો. (સૂર્ય કે જે એકલો જ) અસહાય (= સાધનનિરપેક્ષ રીતે), પાપનાં સમહોથી નાક, પગ અને હાથ જેમનાં ગળી ગયાં છે, તથા વ્રણયક્ત અંગોથી (ઉપલ થતા) (લોકો) (અને આથી જ) જેમનો અવાજ ઘોઘરો છે, તથા જેમનો શ્વાસ લાંબો ચાલે છે તેમને નીરોગી કરતો ફરી (અંગો) ઘડી આપે છે, જેના હૃદયમાં ઘેરી કૃપા પર આધારિત નિર્વિન (પરોપકારની) વૃત્તિ છે તેવો સૂર્ય (જેમને) સિદ્ધોના સમૂહ વડે અર્થ અપાય છે તેવાં તેનાં કિરણો તમારાં પાપ હણો. (૩૪૨)
સૂર્યશતક-૬] વ્યવધાન પછી અર્થ જણાય, તે છે કિલષ્ટ. (તે) પદગત. જેમ કે,
ચાંદનીથી પ્રસન્ન એવા, દક્ષની દીકરીઓના વહાલા (= ચન્દ્ર)ના પ્રિય (કાન્ત) (એટલે કે) ચંદ્રકાન્ત (મણિીનાં ટીપાં ઝડપથી ટપકે છે. (૩૪૩)
દક્ષની પુત્રી તારા તેનો પ્રિયતમ ચન્દ્ર, તેને વહાલા તેની વેદિકાઓનાં (ટીપાં), એમ (પરંતુ) જલદીથી અર્થપ્રતીતિ થતાં ગુણરૂપ (બને છે). જેમ કે, અનિન્દિતા એવી તેનું કંદોરાનું સ્થાન (= કેડ) વાક્યગત – જેમ કે, - (અંબોડાને) ગૂંથવાના અપૂર્વ ચાતુર્યવાળી, હરણબાળના જેવી આંખોવાળીના અંબોડાની શોભા જોઈને કોનું મન અત્યંત આનંદ ન પામે? (૩૪૪)
અહીં, “ધબ્બ'ની શોભા જોઈને કોનું મન આનંદ ન પામે એ સંબંધ (ગોઠવવામાં) ક્લિષ્ટત્વ છે. અવિસૃષ્ટ એટલે મુખ્યતયા નિર્દિષ્ટ નહીં તેવા વિધેયનો અંશ હોય, તેનો ભાવ – તે છે - અતિસૃષ્ટવિધેયાંશતા. (તે) પદગત – જેમ કે,
શરીર વિરૂપાક્ષ (એટલે કે ત્રણ આંખોવાળું) છે, જન્મની ખબર નથી, દિગંબર હોવાની લીધે (તેનું) ધન જણાઈ આવે છે. હે બાલહરિણી જેવાં લોચનવાળી! નરમાં જે જોવાય છે, તેમાંનું એક પણ ત્રિલોચનમાં છે શું? (૩૪૫)
[કુમાર.-૫.૭૨] અહીં, મક્ષિતત્વ અનુવાઘ નહીં પણ વિધેય છે. (વાસ્તવમાં) મત્તલતા એમ કહેવું જોઈએ. અને જેમ કે,
યોગ્ય સ્થાનને જાણનાર કામદેવે થાપણ તરીકે મૂકેલી જાણે ધનુષ્યની બીજી પણછ ન હોય તેવી, નિતંબ ઉપરથી સરી જતી કેસર (= બકુલ) પુષ્પની મેખલા(= માળા)ને ફરી ફરી પકડી રાખતી (પાર્વતીને જોઈ). (૩૪૬)
[કુમાર.- ૩.૫૪] અહીં, મૌર્વીતિયામિવ (= જાણેકે બીજી મૌર્વીની જેમ) એમફક્ત દ્વિતીય (જ) ઉખેક્ષિત કરવા યોગ્ય છે.
કૃપાથી નરમ બનેલા રાઘવે, જેની શક્તિ પોતાને વિષે સ્મલિત થઈ છે તેવા તે ભાર્ગવને જોઈને, કાતિય જેવા (તેમણે), પોતાનું ચડાવેલું અમોઘ બાણ (પણ જોઈને), કહ્યું. (૩૪૭) રિઘુ. ૧૧.૮૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org