________________
२८५
૨૨૩) . ૬. ફૂ. ૨૨]
ક્રિયાની ક્રિયા સાથેનો (વિરોધ) જેમ કે,
નાના હરણાં સમાં નયનવાળીનું અદ્દભુત આ ચરિત્ર છે કે તે અહીં મને જડ બનાવે છે, સંતાપ આપે છે અને મારા હૃદયમાં ઊંડે નિવાસ કરે છે. (૫૯૪)
ટ્વિટ- ૯.૩૬] (ક્રિયાનો) દ્રવ્ય સાથેનો (વિરોધ) જેમ કે,
સીતાને અગ્નિએ બાળી ન નાખી. હિમ વૃક્ષને બાળે છે. એ આશ્ચર્ય છે કે વિરહમાં કામીજનોને ચંદ્ર દ્વારા અત્યંત સંતાપ આપવામાં આવે છે. (૫૫)
દ્રવ્યનો દ્રવ્યથી (વિરોધ) જેમ કે,
હે પૃથ્વીના તિલક ! તું જ્યારે કિનારે હોય ત્યારે તારા મદયુક્ત હાથીના મઠજલથી વહેતી નદીના આલિંગનથી શંક્રની જટામાંની નદી (ગંગા) પણ કાલિન્દી (બને છે) (૫૯૬) [કા.પ્ર.૧૦. ૪૯૨]
આ રીતે (વિરોધના) દસ ભેદ છે. તેમનું પરસ્પર જોડાણ એટલે વિરોધ. (હવે) વ્યાઘાત - જેમ કે,
મનીષીઓના નહીં ધોયેલા છતાં વિશુદ્ધ હૃદયમાં દુર્જનની સંગતિમાં પણ વિકાર વસતો નથી જ. (૫૯૭)
અહીં ક્ષાલન ( ધોવા)ના અભાવમાં (પણ) વિશુદ્ધિ વિરોધ પામે છે અથવા જેમ કે,
મહા કુળમાં જન્મ, રૂપ, યુવાન વય હોય છતાં સુખપ્રાપ્તિ થતી નથી. તો (તે અંગે) કોની બુદ્ધિ આશ્ચર્ય ન પામે ? (૫૯૮).
[ઉદ્ભ૮, ૫.૫.૨]
વળી,
તે એકલો કામદેવ જ ત્રણેય જગતમાં જય પામે છે. જેનું શરીર હરવા છતાં શંકરે (તેનું) બળ હયું નથી. (૫૯૯)
[કા.પ્ર.૧૦.૪૭૭] અને વળી,
કપૂરની જેમ બળી ગયો હોવા છતાં જે દરેક મનુષ્યમાં શક્તિમાન છે તે, ન વારી શકાય તેવા પરાક્રમવાળા કામદેવને નમસ્કાર હો. (૬૦૦)
[બાલરામાયણ-૩.૧૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org