________________
૧૮૦-૨૮૩) . ૭. ખૂ. ૨૭-૪૦]
३४३ ૧૮૦) સ્થાન વગેરેની વિશિષ્ટતા, તે છે વિલાસ. (૩૭)
સ્થાન એટલે ઊંચાઈ. આદિ શબ્દ વડે (નજીક) બેસવું, જવું, હાથ, ભ્રમર-નેત્ર વગેરેની ક્રિયાનું ગ્રહણ (થાય છે). તેમની વિશિષ્ટતા, તે છે વિલાસ. જેમ કે,
આ પછી કામદેવનું વિજયી (એવું) ઉપદેશકર્મ (= આચાર્યનું કામ) આવિર્ભાવ પામ્યું જે વાણીના પ્રપંચથી કેવું અતિશયિત શોભાવાળું છે, જેમાં દીર્ધાક્ષીનો ભાવભેદ પ્રગટ્યો છે, જેમાં સાત્ત્વિક વિકાર ઘણો હોવાથી જે રમ્ય છે. ૭૨૮)
મિાલતીમાધવ-૧.૨૯] ૧૮૧) ગર્વને લીધે થોડા સુશોભનનો વિનિયોગ શોભા કરનાર હોવાથી વિછિતિ (કહેવાય છે). (૩૮)
સૌભાગ્યના ગર્વને લીધે અનાદર વડે કરાયેલ માળા, વસ્ત્ર, અલંકાર, વિલેપનરૂપ અલ્પ સુશોભનનો વિનિયોગ, સૌભાગ્યના મહિમાથી શોભાના હેતુરૂપ હોઈ વિચ્છિત્તિ (કહેવાય છે). જેમ કે,
મોરના પીંછાના કર્ણફૂલવાળી શિકારીની ગર્વિષ્ઠ પત્ની મોતીથી સુશોભન રચેલી સપત્નીઓની વચ્ચે ફરે છે. (૭૨૯)
સિપ્તસતી-૧૦૩, ગાથાસપ્તશતી-૨.૭૩] ૧૮૨) ઈઝ તરફ પણ તિરસ્કાર, તે છે બિબ્લોક. (૩૯) સૌભાગ્યના ગર્વને લીધે ઇષ્ટ વસ્તુને વિષે પણ અનાદર (કરવામાં આવે), તે છે બિબ્લોક. જેમ કે,
હોઠને વક્ર કરીને પતિની વાણી વિષે તિરસ્કાર સેવતી પાર્વતીએ નજીક રહેલી (સખી) વિજયાને હેતુ વગર (જ કંઈક) કહ્યું. (૭૩૦)
[કુમાર. - ૮.૪૯] ૧૮૩) વાણી તથા અંગનાં આભૂષણોને ખોટી રીતે મુકાય છે તે છે વિભ્રમ. (૪૦)
સૌભાગ્યના ગર્વને લીધે, વચન વગેરેને ખોટી રીતે મૂકવારૂપ વ્યત્યાસ, તે છે વિભ્રમ. વચનમાં જુદું કહેવાનું હોય ત્યારે જુદું જ કહેવું (તે રીતનો વ્યત્યાસ છે). હાથ વડે લેવાનું હોય ત્યારે પગ વડે લેવું (તે અંગ વ્યત્યય). કંદોરાને કંઠમાં પહેરવો - જેમ કે,
જેણે પ્રિયને વિષે ચિત્ત મોકલ્યું છે તેવી કોઈક (નાયિકાએ) શ્વેત ચંદનથી અંક્તિ સ્તનભાર ઉપર કિંદોરાને રાખ્યો અને નિતંબ ઉપર હાર બાંધ્યો. (૭૩૧)
સિ.કં.૫.૧૫૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org