________________
???) મ. ૮. મૂ. ૪]
३६१ (૫૮) વિખંભક અને પ્રવેશથી રહિત, જે એક ભાષામાં હોય છે તે, પ્રાકૃત કે સંસ્કૃતરહિત નાટિકા જેવું સક્રક (હોય છે).
શૃિંગારપ્રકાશ-પ્રકાશ-૧૧ (પૃ. ૪૬૬] આદિ” પદ દ્વારા કોહલ વગેરેએ લક્ષિત કરેલ તોટક વગેરેનું ગ્રહણ કરવું જોઈએ. (હવે) ગેયને વિભાજિત કરે છે – ૧૯૯) ડોમ્બિકા, ભાણ, પ્રસ્થાન, શિંગક, ભાણિકા, પ્રેરણ, રામક્રીડા, હલ્લીસક, રાસક, ગોકી શ્રીગદિત, રાગ(વાળું) કાવ્ય વગેરે ગેય છે. (૪)
પદાર્થભિનયના સ્વભાવવાળાં, ડોમ્બિકા વગેરે ગેય રૂપકો પ્રાચીનોએ કહ્યાં છે. તે જેમ કે - (૫૯) જ્યાં રાજાના ગુપ્ત પ્રેમથી ગર્ભિત ઉક્તિ વડે મનનું આવર્જન થાય છે, તે કોમળ ડોમ્બિકા મનાઈ છે.
(૬૦) નર્તકી, નૃસિંહ, સૂકર (= વરાહ) વગેરેના વર્ણનને કહે છે તેથી ભાણ કહેવાય છે. તે ઉદ્ધત અંગોના પ્રવર્તનથી (= જોરથી હલાવતાં) પ્રયોજાય છે.
(૬૧) ગજ વગેરે જેવી ગતિ કરીને (= ગજગમન જેવી ધીમી ગતિથી) પ્રવાસ કરવો જોઈએ, જેમાં ઓછા વળાંકો હોય અને જે કોમળ (ગમન) હોય તેને “પ્રસ્થાન' કહે છે.
(૬૨) સખીઓ સમક્ષ પતિનું જે ઉદ્ધત ચરિત કહેવાય છે તે કોમળ અને ક્યારેક ધૂર્તચરિત તે શિંગક છે.
(૬૩) બાળકોની ક્રીડા, નિયુદ્ધ (= કુસ્તી) વગેરે તથા સૂકર (=વરાહ) સિંહ વગેરેની ધવલ (= ધ્વજ?) વગેરેથી કરાતી ક્રિીડા જેમાં છે તે થઈ “ભાણિકા”.
(૬૪) પ્રહેલિકાથી યુક્ત, હાસ્યથી ભરપૂર તે “પ્રેરણા” છે. (૬૫) ઋતુઓના વર્ણનથી યુક્ત તે “રામક્રીડા” કહેવાય છે.
(૬૬) ગોળાકારે જે નૃત્ય કરાય તે “હલ્લીસક” મનાય છે. તેમાં એક જ નાયક છે - જેમ ગોપસ્ત્રીઓના હરિ.
(૬૭) અનેક નર્તકીઓથી યોજાતું, સુંદર તાલ અને લયથી યુક્ત, ચોસઠ યુગલોવાળું, (પહેલાં) કોમળ પછી ઉદ્ધત (ઝડપથી જેમાં ઘૂમવામાં આવે છે) તે થયું રાસક (= તે થયો રાસ).
(૬૮) (ગોષ્ઠ = ગમાણમાં રમાતું હોવાથી ગોષ્ઠી) ગાયોની ગમાણમાં વિહરતા કેટભારિ (= કૃષ્ણ, વિષ્ણુ) નું થોડું ચરિત, જેમાં રિટાસુર વગેરેનું પ્રમથન આવે છે તેનાથી યુક્ત તે (પઈ) “ગોષ્ઠી” (= તે ગોષ્ઠી પ્રકારનું ઉપરૂપક).
. (૬૯) જેમાં કુલસ્ત્રી સખી સામે પતિના ગુણો વર્ણવે અને ગીતમાં ઉપાલંભ કરે, તે છે શ્રીગદિત.
(૭૦) બીજા લયના પ્રયોગથી અને રાગ વડે સુંદર, અનેક રસવાળું (તથા) સારી રીતે નિર્વાહ થઈ શકે તેવા કથાનથી યુક્ત કાવ્ય મનાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org