________________
૨૦૦-૨૦૨) ૫. ૮. સૂ. ૧-૬]
३६३ “આદિ” (પદ)ના ગ્રહણથી શમ્યા, છલિત, દ્વિપદી વગેરેનું ગ્રહણ થાય છે. તેનો વિસ્તાર બ્રહ્મ, ભરત, કોહલ વગેરેનાં શાસ્ત્રો દ્વારા જાણવો.
પ્રેક્ષ્યને કહીને (હવે, શ્રવ્ય (વિષે) કહે છે – ર૦૦) મહાકાવ્ય, આખ્યાયિક, કથા, સંપૂ અને અનિબદ્ધ (= મુક્તક) તે શ્રવ્ય છે. (૫) તેને ક્રમશઃ લક્ષિત કરે છે.
૨૦૧) પદ્યમય, મોટેભાગે સંસકૃત, પ્રાકૃત, અપભ્રંશ કે ગ્રામ્ય ભાષામાં રચાયેલ, છેડ્યો શ્લોક ભિન્ન છંદમાં હોય તેવા સર્ગ, આશ્વાસ, સંધિ, અવસ્કલ્પક બન્ધવાળું, સુસંધિથી યુકત, શબ્દાર્થની શોભાવાળું તે મહાકાવ્ય છે. (૬)
ખાસ છંદમાં રચાયેલું, મુખ્યત્વે સંસ્કૃત વગેરે ભાષામાં નિબદ્ધ, છેલ્લે જુદા છેદ વડે અનુક્રમે સર્ગ (આશ્વાસ) વગેરે દ્વારા રચાતું, સુશ્લિષ્ટ એવા મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ ને નિર્વહણ સંધિથી સુંદર તથા શબ્દાર્થની શોભાવાળું મહાકાવ્ય હોય છે.
મુખ વગેરે સંધિઓ (જે) ભરતે કહેલ છે (તે) આ પ્રમાણે છે) -
(૬૭) કાવ્યમાં જ્યાં અનેક રસમાંથી નિષ્પન્ન થતી એવી બીજની ઉત્પત્તિ થાય છે તે શરીરને અનુસરીને (= શરીરમાં જેમ “મુખ” પહેલું જણાય છે તેમ પહેલી હોવાથી) મુખ (નામે સંધિ) કહેવાય છે.
નિાટ્યશાસ્ત્ર-૧૯. ૩૯] જ્યાં મુખ (સંધિ) માં નિરૂપિત બીજનું ઉદ્ઘાટન ક્યારેક દષ્ટ છતાં જાણે કે નષ્ટ હોય તેવું જણાય તે પ્રતિમુખ મનાય છે.
[નાટ્યશાસ્ત્ર-૧૯.૪૦] તે બીજનો ઉભેદ, પ્રાપ્તિ અથવા અપ્રાપ્તિ અને પુનઃઅન્વેષણ જ્યાં થાય તે ગર્ભ (સંધિ) જાણવો.
[નાટ્યશાસ્ત્ર- ૧૯.૪૧] ગર્ભસંધિ દ્વારા ઉભિન્ન થયેલ બીજ માટે વિલોભન, ક્રોધ કે દુઃખને લીધે વિમર્શ કરાય તે વિમર્શ (સન્ધિ) કહેવાય છે.
નિાટ્યશાસ્ત્ર-૧૯.૪૨] બીજયુક્ત મુખસંધિ વગેરે વિવિધ પ્રકારના ભાવોવાળાWાનકોનું સમાનયન - યોજન જે થાય, તે છે નિર્વહણ.
નાટ્યશાસ્ત્ર-૧૯.૪૩] શબ્દ (ગત) શોભા – જેમ કે – ગ્રંથનું સંક્ષિપ્ત ન હોવાપણું વિષમ બંધ (= ગ્રથન) ન હોય તે, બહુ લાંબા નહીં તેવા પણ પરસ્પર સંબંધ સયુક્ત હોવું તે, આશીર્વાદ, નમસ્કાર, વસ્તુનિર્દેશથી ઉપકમ થવો, કહેવા માટેના (-અભિષ્ટ) અર્થ (અંગે)ની પ્રતિજ્ઞા (= થન), તેના પ્રયોજનનો નિક્ષેપ, કવિની પ્રશંસા વગેરે દુર્જન કે સજ્જનતા સ્વરૂપના (નિરૂપણની) માફક રજૂ થાય તેવાં વાક્યોવાળા હોવું, મુકેલ એવા ચિત્ર (અલંકાર) વગેરે પ્રયોજવા, પોતાના અભિપ્રાય, નામ, ઇષ્ટનું નામ, મંગલ (શબ્દ) થી અંક્તિ (સર્ગ) સમાપ્તિ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org