________________
૨૦૭-૨૦૮) ૬. ૮. સૂ. ૬૨-૬]
૨૦૭) પાંચથી માંડીને ચૌદ (છન્દો) વડે ‘‘ફુલક’' (બને છે), (૧૨)
‘‘છંદ દ્વારા’’ તેમ (બધા સાથે જોડાયેલ) છે. મુક્તકોનું એક (જ) નિયમથી (અર્થાત્, એક હેતુથી થયેલું) નિરૂપણ (તે) ‘‘પર્યા’” (હેવાય છે). બીજું વાક્ય પૂરું થવા છતાં વસંત વગેરે એક વર્ણનીયના ઉદ્દેશથી અનેક મુક્તકોની રચના તે પર્યાય છે. તે કોશમાં ખૂબ જોવા મળે છે.
૨૦૮) પોતાની તથા બીજાની સૂક્તિનો સમુચ્ચય તે છે કોશ. (૧૩)
જેમ કે, સપ્તાતક વગેરે. એક જ નિયમમાં (= પ્રયત્નમાં), એક કવિએ રચેલ સૂક્તિનો સમુદાય, જેમ ‘‘વૃંદાવન’”, “મેઘદૂત'' વગેરે (તે) સંઘાત છે. વિવિધ વૃત્તાંતોનું એકસાથે યોજન તે યદુવંશ, દિલીપવંશ વગેરેની જેમ (તે) સંહિતા છે. આ રીતે, અનિબદ્ધ રચના અનંત છે. તે ‘‘આવિ’” (પદ)ના ગ્રહણથી સમજાય છે.
અહીં, સંધિયુક્ત હોવું અને શબ્દાર્થની શોભાથી યુક્ત હોવું (તે) મહાકાવ્યની જેમ આખ્યાયિકા, થા, ચંપૂમાં પણ જોવું.
આ રીતે આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત કાવ્યાનુશાસનની અલંકારચૂડામણિ નામે સ્વોપવૃત્તિમાં આઠમો અધ્યાય સમાપ્ત થયો.
३६९
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org