________________
૨૦૪-૨૦૬) ૫. ૮. પૂ. ૬-૨૨].
३६७ પ્રધાનને ઉદ્દેશીને જ્યાં બે વચ્ચે વિવાદ હોય તે અડધી પ્રાકૃતમાં રચાયેલ (તે) “ચેટક' વગેરેની જેમ “પ્રવલિકા’’ છે.
તભાષા – મહારાષ્ટ્રભાષા – (= પૈશાચી કે મહારાષ્ટ્ર ભાષા) વડે શુદ્રકથા (જેમ કે) ગોરોચના તથા અનંગવતી વગેરેની જેમ (થાય છે તે) “મન્વલ્લિકા” (નામનો સાહિત્યપ્રકાર) છે. (વળી) જેમાં પુરોહિત, અમાત્ય, તાપસ વગેરેનો, આરંભેલી વસ્તુના અ-નિર્વાહ અંગે મશ્કરી (ઠઠો) (કરાયો છે તે પણ મન્યલિકા” છે.
જેમાં પહેલાં વસ્તુ ન જણાય પણ પછી પ્રકાશિત થાય તે મત્સ્યસિત વગેરેની જેમ “મણિકુલ્યા” (કહેવાય છે).
ધર્મ વગેરે પૈકી એક પુરુષાર્થને ઉદ્દેશીને પ્રકારના વૈચિત્ર્ય (= શોભા) દ્વારા મુખ્યત્વે અનંત-વૃત્તાંતના વર્ણનવાળી, શુદ્રક વગેરેની જેમ “પરિક્ષા' (બને છે).
વચ્ચેથી કે અંત પહેલાં, બીજા ગ્રંથમાં પ્રસિદ્ધ કથાનક જેમાં વર્ણવાય તે ઇન્દુમતી વગેરેની જેમ ખંડકથા છે. સંપૂર્ણ ફલ (પ્રાપ્તિ) રૂપી અંતવાળી કથાનું વર્ણન - (જેમ કે, અમારાદિત્ય વગેરેની જેમ, (તે) સલકથા છે. ચરિત્રના એક ભાગને આધારે (બીજી) પ્રસિદ્ધ કથાનું નિરૂપણ તે છે ઉપડ્યા. “લંભ”થી અંક્તિ તથા અભુત અર્યયુક્ત, નરવાહનદત્ત વગેરેના ચરિત્રની જેમ (તે) બૃહત્કથા.
આ (બધા) કથાના જ પ્રભેદો છે તેથી તેને પૃથફ લક્ષિત કરાયા નથી. ૨૦૪) ગથ અને પઘથી યુકત, અંકવાળી અને ઉશ્વાસસહિત (રચના) ચંપૂ (કહેવાય છે). (૯)
સંસ્કૃતમાં ગદ્ય-પદ્ય દ્વારા રચાયેલ, પોતાના નામે કે બીજાને નામે કવિ (ખાસ) અભિપ્રાયથી જે ચિહ્નો કરે તેનાથી યુક્ત, ઉચ્છવાસમાં નિબદ્ધ તે છે ચંપૂજેમ કે, વાસવદત્તા કે દમયન્તી.
૨૦૫) અનિબદ્ધ (રચના) (તે) મુકતક વગેરે છે. (૧૦). મુક્તક, અંદાનિતક, વિરોષક, કલાપક, કુલક, પર્યા, કોશ વગેરે અનિબદ્ધ (રચના) છે. તેમનાં લક્ષણ કહે છે –
૨૦૬) એક, બે, ત્રણ કે ચાર છંદ વડે (અનુક્રમે) મુક્તક, અંદાનિતક, વિશેષક અને કલાપક (બને છે). (૧૧)
એક જ છંદ વડે વાક્યનો અર્થ સમાપ્ત થતાં મુક્તક. જેમ કે, અમરુના શૃંગારશતકમાં રસવાહી મુક્તકો છે. બે (છંદ) દ્વારા (તે) સંદાનિતક. ત્રણ વડે વિશેષક (અને) ચાર વડે કલાપક. આ (પ્રકારો) અંગે ખાસ કહેવાયું ન હોવાથી બધી ભાષાઓમાં સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org