________________
३६५
૨૦૨-૨૦૩) ૩. ૮. સૂ. ૭-૮]
અર્થગત શોભા – જેમ કે – ચાર વર્ગના ફલના ઉપાયરૂપ હોવું, ચતુર અને ઉદાત્ત નાયજ્યુક્ત હોવાપણું રસભાવની સભરતા, વિધિ-નિષેધની સમજ આપવી, સુગ્રથિત સંવિધાન હોવું, નગર, આશ્રમ, પર્વત, સૈન્ય, આવાસ, સમુદ્ર વગેરેનું વર્ણન, ઋતુ, રાત્રિ, દિવસ, સૂર્યાસ્ત, ચંદ્રોદય, આદિનું વર્ણન, નાયક, નાયિકા, કુમાર, વાહન વગેરેનું વર્ણન, મંત્ર, દૂત (વિજય માટે) પ્રસ્થાન, સંગ્રામ (નાયકનો) અભ્યદય વગેરેનું વર્ણન, વનવિહાર, જલક્રીડા, મધુપાન, માન દૂર થવું તે, રતોત્સવ વગેરેનું વર્ણન.
ઉભયગત શોભા - જેમ કે – રસને અનુરૂપ સંદર્ભ હોવો, અર્થને અનુરૂપ છંદોની યોજના, સમગ્ર લોકને રંજક, સારા અલંકારવાળા વાક્યો (નો પ્રયોગ), દેશ, કાલ, પાત્ર, ચેષ્ટા, (વગેરેના વર્ણન) (માટે) કથાન્તર (નું) સંધાન (કરવું), બે માર્ગ (= વિદર્ભ, ગૌડ)નું અનુસરણ વગેરે. - તેમાં સંસ્કૃત ભાષામાં રચાયેલ સર્ગબંધ જેમ કે, હયગ્રીવવધ વગેરે. પ્રાકૃત ભાષામાં રચાયેલ આશ્વાસન બંધ જેમ કે, સેતુબંધ વગેરે, અપભ્રંશ ભાષામાં રચાયેલ સંધિબંધ – જેમ કે, અબ્ધિમંથન વગેરે, ગ્રામ્ય કે અપભ્રંશ ભાષામાં રચાયેલ અવસ્કન્ધકબંધ જેમ કે, ભીમકાવ્ય વગેરે “પ્રાય: = ઘણુંખરું' (શબ્દ)ના ગ્રહણથી સંસ્કૃત ભાષામાં પણ આશ્વાસકબંધ (રચાય), જેમ કે હરિપ્રબોધ વગેરેમાં (તો) દોષ આવતો નથી. ‘‘પ્રાયઃ''ના ગ્રહણથી જ, રાવણવિજય, હરિવિજય, સેતુબંધ વગેરેમાં આદિથી અંત સુધી એક જ છંદ છે. (જાતને) વિદગ્ધ માનનારા કેટલાક વડે ત્યાં ખલનો નંખાયાં (= જોવાયાં) છે એમ તદ્વિદો કહે છે.
૨૦૨) નાયકે કહેલ પોતાના વૃત્તાંતવાળી, ભાવિ અર્થ કહેનાર વકત્ર વગેરે (છંદોથી) યુકત, ઉચ્છવાસયુક્ત, સંસ્કૃતમય, ગઘયુકત (રચના) આખ્યાયિકા છે. (૭)
ધીર પ્રશાંત (નાયક)ને વિષે ગાંભીર્ય ગુણના ઉત્કર્ષથી પોતે જાતે પોતાના ગુણોનું વર્ણન (કરે એ) સંભવે નહીં, અર્થાત્, જેમાં ધીરોદ્ધત નાયક દ્વારા પોતાનું વૃત્ત, સદાચારરૂપ ચેષ્ટા, કન્યાનું અપહરણ, સંગ્રામ, સમાગમ, અભ્યદયથી ભૂષિત ચરિત મિત્રો આગળ કહેવામાં આવે; નહીં આવેલ અર્થાત્ ભાવિ અર્થ કહેનાર વકત્ર, અપરવકત્ર, આર્યા વગેરે (છંદો) જેમાં ગ્રંથાય, જ્યાં પ્રકરણની સમાપ્તિ માટે ઉશ્વાસોની રચના થાય, તે સંસ્કૃત ભાષામાં રચાયેલ, ગદ્ય એટલે કે શ્લોકના પાદ (કહેતાં “ચરણ”') વગરની પદોની રચનાથી યુક્ત (તે થઈ આખ્યાયિકા). “ગુરુ” (૫૬)ના ગ્રહણથી વચ્ચે વચ્ચે ખૂબ ઓછાં પદ્યનાં નિબંધનથી પણ દોષરહિત એવી આખ્યાયિકા (હોય છે) જેમ કે, હર્ષચરિત વગેરે.
૨૦૩) ધીરશાંત નાયકવાળી, ગદ્યમાં કે પદ્યમાં, બધી ભાષામાં રચાય છે તે છે કથા. (૮)
આખ્યાયિકાની જેમ પોતાનું ચરિત વર્ણવનાર નહીં પણ ધીરશાન્ત નાયક (તેમાં) (= કથામાં) હોય છે, પણ તેનું કથાનક બીજા વડે કે કવિ દ્વારા જ્યાં વર્ણવાય અને જે ક્યારેક ગદ્યમય-જેમ કે, કાદંબરી; (તે) ક્યારેક પદ્યમય. જેમકે લીલાવતી, અને જે બધી જ ભાષામય. ક્યારેક સંસ્કૃતમાં, ક્યારેક પ્રાકૃતમાં, ક્યારેક માગધીમાં, ક્યારેક સૂરસેનીમાં, ક્યારેક પિશાચીમાં, ક્યારેક અપભ્રંશમાં રચાય છે, તે છે કથા.
પ્રબંધમાં બીજાને બોધ કરાવવા માટે નળ વગેરેના ઉપાખ્યાનની જેમ ઉપાખ્યાનનો અભિનય કરતો, પાઠ કરતો, ગાતો, જેમ એક ગ્રંથિક ક્યન કરે છે તે ગોવિંદ (= ગોવિંદાખ્યાન) ની જેમ આખ્યાન છે.
પશુપંખી કે તે સિવાયનાની ચેષ્ટ દ્વારા જ્યાં કાર્ય કે અકાર્યનો નિશ્ચય કરાય છે તે પંચતંત્ર વગેરેની જેમ તથા ધૂર્ત, વિટ, કુદનીમત, મયૂરમર્જરિકા વગેરે જેવો “નિદર્શન” (નામનો સાહિત્યપ્રકાર) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org