________________
૨૬૮) . ૮. સૂ. ૩]
३५९ (૫૪) આ પછી હું ઉત્કૃદિકાંકનું લક્ષણ કહું છું. કાવ્યવિધિ જાણનારાઓએ ઉત્સુષ્ટિકાંકને પ્રખ્યાત વસ્તુવાળું, ક્યારેક જ અપ્રસિદ્ધ કથાનક્યુક્ત, દિવ્ય પુરુષો સિવાયના બીજા પુરુષોથી યુક્ત, મુખ્યત્વે કરુણરસવાળું, જેમણે યુદ્ધ પૂરું કર્યું છે (તથા જે) ઉદ્ધત પ્રહાર વગેરેથી રહિત છે તેવું (= તેવા પુરુષોવાળું) સ્ત્રીઓના રુદનથી પ્રચુર, નિર્વેદકારક ભાષણવાળું, વિવિધ પ્રકારની વ્યાકુળ ચેષ્ટાઓવાળું, સાત્વતી, આરટી, શિકીથી રહિત કરવું જોઈએ.
[નાટ્યશાસ્ત્ર ૧૮૯૩-૯૬] (૫૫) પ્રહસનને પણ કિવિધ જાણવું. શુદ્ધ તથા સંકીર્ણ તે બંનેનાં વિશિષ્ટ લક્ષણ અલગ અલગ યુક્તિપુર: સર કહું છું.
યતિ, વાનપ્રસ્થો તથા (બ્રાહ્મણ) ગૃહસ્થો અને બીજાઓ (એટલે કે શાક્યો વગેરે) વડે પણ કરાતા હાસ્યપ્રધાન વચનથી યુક્ત, કાપુરુષથી પ્રયોજાતું, પરિહાસનાં વચનથી ભરપૂર, વિકૃત ભાષાકે આચારરહિત, વિશેષ ભાવ (= ખાસ વ્યભિચારીઓ) થી યુક્ત ચરિતવાળું, નિયત ગતિ અને વસ્તુવિષયવાળું (= પ્રહસનીય અર્થવાળું) હોય તેને શુદ્ધ પ્રહસન જાણવું.
વેશ્યા, ચેટ, નપુંસક, વિટ, ધૂર્ત, બંધકી જેમાં હોય છે તે, ઘેરા અંગના (ચમકદાર-ભભકદાર) વેષવાળું, (તેવા જ અપ્રચ્છન્ન) દાસજનવાળું, (તેવા જ) વર્તનવાળું (તે થયું) સંકીર્ણ (પ્રહસન).
નિાટ્યશાસ્ત્ર-૧૮,૧૦૧, ૧૦૩ - ૧ ૦૫]
પોતે અનુભવેલ વિગત કહેનાર કે બીજાને આધારે કરેલ વર્ણનથી યુક્ત, અનેક પ્રકારના આશ્રયવાળું ભાણ એક જ પાત્રથી (સામાજિકનું હૃદય) હરનારું જાણવું જોઈએ. પારકાના વચનને પોતાનામાં રહેલાં ઉત્તરોત્તર ગૂંથાયેલાં પ્રતિવચનોથી (તેમાં) આકાશભાષિત વડે અંગવિકાર દ્વારા અભિનય કરવો જોઈએ. ધૂર્ત અને વિટ વડે પ્રયોજાતું, અનેક અવસ્થાવાળું, એક અંકનું અનેક ચેષ્ટાવાળું ભાણ બુધજનોએ કરવું જોઈએ.
[નાટ્યશાસ્ત્ર- ૧૮.૧૦૮-૧૧૦] (૫૭) બધા રસ (તથા) (વિભૂષણ વગેરે) લક્ષણોથી સમૃદ્ધ અને તેર અંગોથી યુક્ત વીથી એક અંકની એક કે બે દિવસ (ના વસ્તુ)વાળી, (તથા) એક અથવા બે પાત્રથી યુક્ત હોય છે.
નાટ્યશાસ્ત્ર-૧૮.૧૧૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org