________________
૨૧૮) . ૮. પૂ. 3].
३५७ (૫૧) દિવ્ય પુરુષને આશ્રયે કરાતું, દિવ્ય સ્ત્રીને કારણે થતા યુદ્ધવાળું, સંશ્લિષ્ટ વસ્તુથી નિરૂપાયેલ, જેમાં વિશ્વાસનાં કારણો દૂર થયાં છે (અર્થાત્, જેના વસ્તુમાં અવિશ્વાસ પ્રવર્તે છે), ઉદ્ધત પુરુષોના બાહુલ્યવાળું, સ્ત્રીના રોષથી ગૂંથાયેલ કાવ્યબંધરૂપ, સંક્ષોભ, વિદ્રવ (= મુશ્કેલી, આફત), સફેદ (= વિરોધીઓ વચ્ચે વિદ્યા, પરાક્રમ વગેરે વિષેની હોંસાતૂસી) વગેરેથી યુક્ત, સ્ત્રી નિમિત્તે ભેદન (ફટકૂટ,) અપહરણ, અવમર્દન (- દંડ) વગેરેના સંદર્ભમાં પ્રાપ્ત થતા શંગારયુક્ત તથા સુસમાહિત કાવ્યબંધવાળું (= વીäગોના પ્રયોગવાળું કાવ્યવસ્તુ જેમાં છે તેવું) ઈહામૃગ કરવું જોઈએ. વ્યાયોગમાં જે પુરુષો, વૃત્તિઓ અને રસ હોય છે તે ઈહામૃગમાં પણ હોય છે. પરંતુ અહીં (= ઇહામૃગમાં) સ્ત્રીઓ સાથે યોગ (= મિલન) હોય છે.
નિાટ્યશાસ્ત્ર-૧૮,૭૮-૮૧]
(૫૨) પ્રખ્યાત વસ્તુવિષયવાળું તથા પ્રખ્યાત ને ઉદાત્ત નાયક્વાળું, છ રસ તથા ચાર અંકવાળું ડિમ કરવું જોઈએ. તેને શૃંગાર અને હાસ્ય સિવાય બાકીના બીજા રસ વડે યુક્ત (જાણવું), દીપ્ત રસથી યુક્ત કાવ્યવાળું, વિવિધ ભાવોથી યુક્ત, નિર્ધાત, ઉલ્કાપાત, ચંદ્રસૂર્યનાં ગ્રહણ, યુદ્ધ-નિયુદ્ધ (= કુસ્તી), આઘર્ષણ (= બલાત્કારરૂપી પરાભવ), સફેટ વગેરેથી કરાતું જાણવું જોઈએ. માયા, ઇન્દ્રજાળ વગેરેની બહુલતાવાળું, અનેક પૂતળાં વગેરેવાળું, દેવ, નાગરાજ, રાક્ષસ, યક્ષ, પિશાચ વગેરેથી યુક્ત, સોળ નાયકોવાળું, સાત્વતી, આરટી વૃત્તિથી યુક્ત, પ્રયત્નપૂર્વક અનેક સ્થળે રહેલ ભાવ વગેરેથી યુક્ત ડિમ કરવું જોઈએ.
નાટ્યશાસ્ત્ર- ૧૮.૮૪ - ૮૮]
(૫૩) વ્યાયોગને (કાવ્ય) વિધિ જાણનારાઓએ પ્રખ્યાત નાયકવાળું, ઓછાં સ્ત્રીપાત્રોવાળું, એક દિવસના કથાનકવાળું કરવું જોઈએ.
તેમાં સમવકારની જેમ જ અનેક પુરુષો નિરૂપાય છે પરંતુ તેના જેટલા પ્રમાણનું નહીં પણ એક અંકવાળું જ આ (= વ્યાયોગ) કરવું જોઈએ. દિવ્ય નાયજ્યુક્ત નહીં પણ રાજર્ષિ નાયથી યુક્ત કરવું જોઈએ. યુદ્ધ, કુસ્તી, આઘર્ષણ (= બલાત્કાર રૂપી પરાભવ), સંઘર્ષ (= શૌર્યાદિ અંગેની સ્પર્ધા) વગેરેથી યુક્ત કરવું જોઈએ. આ રીતે કરાતું વ્યાયોગ દીપ્ત કાવ્યરસયુક્ત હોય છે.
નાટ્યશાસ્ત્ર ૧૮૯ ૦ - ૯ ૩ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org