________________
૨૮) ૩. ૮. મૂ. ૩].
(૪૮) જ્યાં કવિ પોતાની કલ્પનાથી (થા) વસ્તુ, શરીર (= વસ્તુના ઉપાયરૂપ સામગ્રી) અને નાયકને ઉત્પન્ન કરે તેને બુધજનોએ પ્રકરણ જાણવું.
જે આર્ષ નથી પણ આહાર્ય છે તથા (મૂળમાં) ન હોય તેવા ગુણોથી યુક્ત, જેનું બીજવસ્તુ ઉત્પન્ન કરેલ છે તેને પણ પ્રકરણ જાણવું.
નાટકમાં જે વસ્તુ, શરીર અને વૃત્તિભેદો મેં કહ્યા છે તે (જે તે) લક્ષણ સાથે પ્રકરણમાં બધી સંધિઓમાં પણ યોજવા. વિપ્ર, વણિક, સચિવ, પુરોહિત, અમાત્ય, વેપારીનું ચરિત જે એકવિધ નથી તેને પ્રકરણ જાણવું.
ઉદાત્ત નાયક ન હોય તેવું, દિવ્યચરિત તથા રાજાના સંભોગથી રહિત ને બાહ્ય જનોથી પ્રયોજાતું હોય તેને પ્રકરણ જાણવું.
દાસ, વિટ, શ્રેષ્ઠીથી યુક્ત, વેશ્યા સ્ત્રી (તેનો) ઉપચાર (= વ્યવહાર) (જેનું) કારણ છે (તેવા શૃંગાર)વાળું મંદકુળની સ્ત્રીના ચરિતવાળું કાવ્ય પ્રકરણમાં કરાય છે.
(નાટ્યશાસ્ત્ર- ૧૮.૪૫-૫ ૦]
(૪૯) પ્રકરણ અને નાટકના ભેદમાંથી ઉત્પાદ્ય (= કલ્પિત) કથાનક (વાળી) રાજા નાયક, અંતઃપુરમાંની સંગીત (શાળા)માં (રહેલી) કન્યાને આધારે કરાતી, ઘણાં સ્ત્રી પાત્રોવાળી, ચાર અંકની લલિત અભિનયવાળી, સારી રીતે નિરૂપિત કરાયેલાં કેશિકીનાં ચારેય) અંગોવાળી, નૃત, ગીત, વાઘ વગેરે જેમાં વધારે હોય તેવી, રતિપૂર્વકના સંભોગ (રાજ્યપ્રેરિત વગેરેરૂપ)થી યુક્ત રાજા (ને ઉચિત) વ્યવહારોવાળી, પ્રસાદન, કોધ, દંભથી યુક્ત; નાયક, દેવી, દૂતી અને પરિજનવાળી હોય તેને નાટિકા જાણવી.
| નાટ્યશાસ્ત્ર ૧૮૫૮-૬૦] સમવકાર (નામનો રૂપકપ્રકાર) તે –
(૫૦) દેવ અને અસુરના બીજ (= ફલપ્રાપ્તિના ઉપાય)વાળો, પ્રખ્યાત ને ઉદાત્ત એવા નાયબ્યુક્ત (છે), (તેમાં) ત્રણ અંકમાં ત્રિવિધ કપટ, ત્રિવિધ વિદ્રવ (= મુશ્કેલીઓ) તથા ત્રિવિધ શૃંગાર નિરૂપાય છે. (તે) બાર નાયકથી યુક્ત તથા અઢાર નાલિકાના પ્રમાણવાળો (હોય છે)
[નાટ્યશાસ્ત્ર – ૧૮૬૩- ૩૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org