________________
I અધ્યાય - ૮ |
હવે પ્રબંધાત્મક કાવ્યભેદો કહે છે – ૧૯૬) કાવ્ય પ્રેક્ષ્ય અને શ્રવ્ય (એમ બે પ્રકારનું હોય છે). (૧)
જે ઋષિ નથી તે કવિ નથી તથા વૃ વળે (એ સૂત્ર-સિ.ક. ૧.૩૮૦) પ્રમાણે દર્શન તથા વર્ણન(ની ક્ષમતા) થી (વ્યક્તિ) કવિ (કહેવાય છે). તેનું કર્મ (તે છે) કાવ્ય. અને વળી, દર્શન હોવા છતાં પણ વર્ણનના અભાવથી ઈતિહાસ વગેરેનું કાવ્યત્વ સંભવતું નથી તેથી તેનું લક્ષણ કહેવારો નહીં.
ભટ્ટ તાતે (તીતે?) કહ્યું છે કે,
(૪૬) જે ઋષિ નથી તે કવિ નથી એમ કહેવાયું છે. કહેવાય છે કે, “દર્શન”થી (વ્યક્તિ) રાષિ (કહેવાય છે) દર્શન એટલે સુંદર ભાવો, ધર્મનો અંશ અને તત્ત્વનું જ્ઞાન. તત્ત્વદર્શનને કારણે જ તે ( = ઋષિ) શાસ્ત્રો (ના સંદર્ભ)માં “કવિ” કહેવાયો છે (જ્યારે) “દર્શન” અને “વર્ણન'થી લોકમાં (વ્યક્તિ)
કવિ” કહેવાય છે. જેમ કે, આદિ કવિ (વાલ્મીકિ) મુનિનું “દર્શન’ સ્વચ્છ (હોવા છતાં) જ્યાં સુધી વર્ણન (રામાયણ રૂપે) જખ્યું નહિ ત્યાં સુધી (તેમનું) “કવિ પણું ઉદિત થયું નહિ.
પ્રેક્ષ્ય એટલે અભિનય અને શ્રવ્ય એટલે અનભિનેય (અર્થાત્ અભિનેય નહીં તે) પ્રેક્ષ્યને વિભાજે છે – ૧૯૭) પ્રેક્ષ્ય (કાવ્ય) પાક્ય અને ગેય (એમ ત્રિવિધ છે) (૨) તેમાં પાક્યના ભેદ આપે છે.
૧૯૮) પાક્ય (કાવ્ય) નાટક, પ્રકરણ, નાટિકા, સમવકાર, ઈહામૃગ, ડિમ, વ્યાયોગ, ઉસ્મૃષ્ટિકાંક, પ્રહસન, ભાણ, વીથી, સદક વગેરે છે. (૩)
નાટકથી શરૂ કરી વીથી સુધીના (પ્રકારો) વાક્યર્થના અભિનયરૂપ છે. જેમનો નિર્દેશ ભરતમુનિએ ર્યો છે જ્યારે (બીજા) કેટલાકે સટ્ટકનો (નિર્દેશ કર્યો છે)
જેમ કે,
(૪૭) પ્રખ્યાત વસ્તુરૂપી વિષયવાળું તથા પ્રખ્યાત ને ઉદાત્ત નાયકવાળું, રાજર્ષિના વંશને અનુરૂપ ચરિત્રવાળું, તથા દિવ્યને આશ્રિત કથાનકવાળું, વિભિન્ન વિભૂતિઓથી યુક્ત અને સમૃદ્ધિ વિલાસ વગેરે ગુણોથી સભર અને અંક, પ્રવેશક વગેરેથી શોભતું હોય તે નાટક નામે ઓળખાય છે)
[નાટ્યશાસ્ત્ર- ૧૮.૧૦-૧૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org