________________
૨૪૪-૬૬૧) સ. ૭. ખૂ. -૧૨]
३५१ ૧૯૪) હળવાશ એ ઔદાર્ય છે. (૫૧) અમર્ષ, ઈર્ષા, ક્રોધ વગેરે અવસ્થામાં પણ ઢીલાશ તે ઔદાર્ય છે. જેમ કે,
એકદમ ભવાં ચક્યાં છતાં મુખ પર પરમ નમ્રતા લાવી મારા તરફ સહેજ (મર્મ) ભેદક હાસ્ય ક્યું પણ નિષ્ફર વચન ન કહ્યું. અંદર રહેલાં આંસુથી નયન જડ બન્યું પણ સ્વામિત્વને કારણે પહોળું ન કરાયું. પ્રેયસીએ ક્રોધ પ્રગટ પણ ર્યો અને કુમાશ પણ ત્યજી નહિ. (૭૪૪) રિત્નાવલી-૨.૨૦]
૧૯૫) પ્રયોગને વિષે અસાધ્વતાનો અભાવ, તે પ્રાગભ્ય છે. (૫૨) પ્રયોગ એટલે ચોસઠ પ્રકારની કામકલા વગેરેને વિષે, કહ્યું છે કે,
(૪૪) (અપમાન સિવાય) બીજા સંદર્ભમાં (વીર) પુરુષ માટે ક્ષમા ભૂષણ છે – જેમ સ્ત્રી માટે (રતિક્રીડા સિવાય) લજ્જા. અપમાન વખતે પરાક્રમ (ભૂષણ છે) – જેમ સુરતક્રીડામાં (સ્ત્રીઓ માટે પણ) ધૃષ્ટતા (ભૂષણ છે).
[શિશુપાલવધ- ૨.૪૪] મનમાં ક્ષોભપૂર્વકની અંગપીડા તે સાધ્વસ છે અને તેનો અભાવ તે પ્રગલ્કતા છે. જેમ કે, માહિતવતી... (પૃ. ૧૭૧) વગેરે. (૭૪૫)
અહીં, શોભા, કાંતિ, દીપ્તિ વગેરે બાહ્ય સ્વરૂપમાં રહેલી વિશેષતાઓ છે. (તથા અહીં) આવેગ. ચપળતા, અમર્ષ, ત્રાસ (વગેરે)નો તો અભાવ જ છે. માધુર્ય વગેરે ધર્મો ચિત્તવૃત્તિ-સ્વભાવના નથી (અર્થાત્ ચિત્તવૃત્તિરૂપ નથી). આથી એમને વિષે ““ભાવ”ની શંકાને અવકાશ નથી. શાકચાચાર્ય, રાહુલ વગેરે તો –
(૪૫) મુગ્ધતા, મદ વગેરે ભાવવિકૃત, પરિતાપ આદિ વિકારોને પણ અલંકારો કહે છે. ભરતના મતનું અનુસરણ કરતા અમારા વડે તે (અલંકારો). ઉપેક્ષિત કરાયા છે.
આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત કાવ્યાનશાસનની અલંકારચૂડામણિ નામે પોતાની ટીકામાં
નાયક્વર્ણન' નામે સાતમો અધ્યાય સમાપ્ત થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org