________________
३४९
૨૨૨-૨૨૩) . ૭. પૂ. ૪૧-૧૦]
કાન્તિ – જેમ કે,
રતિકાર્ય પૂર્ણ થયા પછી ઊઠતી, ઉરગપતિ (શેષનાગ) વિષે એક હાથનો ભાર મૂકીને (= ટકો કરીને) હાથે વસ્ત્ર (સંકોરતી), અને જેના પરથી અંબોડાનો ભાર દૂર થયો છે તેવો ખભો ધરતી, વારંવાર તે સમયની કાન્તિથી જેની સુરતપ્રીતિ બેવડી થઈ છે તેવા વિષ્ણુ વડે જેનું શરીર ભેટીને શય્યા વિષે ખેંચાયું છે તેવી, અત્રણ-ત્તર આળસથી શોભતા હાથવાળું લક્ષ્મીનું શરીર રક્ષણ કરો. (૭૪૦)
ણિી . ૧- ૩]
દીપ્તિ-જેમ કે,
હરિ, હર કે સ્કંદ વગેરે દેવતાઓથી શું? વિખરાયેલી હાલની અલકાવલી (= વાળનો સમૂહ) ધારણ કરતું, હાલતાં કુંડળવાળું, પરસેવાના આછા છંટકાવથી જેનું વિરોષક (= શોભા, સજાવટ) સહેજ ભૂંસાયું છે તેવું, સુંદર જણાતાં નયનોવાળું, કોમલાંગીનું મુખ તારું રક્ષણ કરો. (૭૪૧) [અમર૦-૩]
૧૯૨) ચેષ્ટાની કોમળતા માધુર્ય છે. (૪૯)
લલિત એવી લજ્જા વગેરેમાં જેમ ચેષ્ટાની કોમળતા (હોય) તેમ દીપ્ત એવા ક્રોધાદિમાં પણ જે (જણાય) તે માધુર્ય છે.
જેમ કે,
દૂરથી જ સ્મિતથી મધુર લાગે તેવો સત્કારવિધિ કર્યો. જવાબ આપવાને માટે (મસ્તક) નમાવવા (ની ક્રિયા) દ્વારા આજ્ઞા માથે ચડાવી. દષ્ટિમાં (પ્રીતિજન્ય) શિથિલતા નથી; અંદરનો ગુસ્સો જેણે છુપાવ્યો છે તેવી હે કઠોર હૃદયવાળી આ (તારું) ગોપન મારા ચિત્તને બાળે છે. (૭૪૨) [અમર૦ - ૧૪] ૧૯૩) ચાપલ્ય તથા આપવડાઈનો અભાવ તે શૈર્ય છે. (૫૦) ચાપલ્યથી યુક્ત ન થવું તથા આત્મગુણો ન કહેવા. તે છે ધર્ય. જેમ કે,
ભલે રોજ રાત્રિએ પૂર્ણ કળાવાળો ચંદ્ર આકાશમાં બળે! મદન ભલે બાળ! મોતથી વધારે એ શું કરો ? મારે તો પિતા વહાલા અને પ્રશસ્ય છે અને માતા નિષ્કલંક કુળની છે. કુળ શુદ્ધ છે. ન તો આ વ્યક્તિ કે નજીવન (મને વિશેષ આવકાર્ય છે) (૭૪૩)
[માલતીમાધવ- ૨.૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org