________________
૨૦૮-૨૦૧) ૩૬. 9. સૂ. રૂ-રૂ૬]
३४१
ભ્રમર, દાઢી, ડોક વગેરેનો અનેક વિકારરૂપ ધર્મ પોતાની ચિત્તવૃત્તિને અન્યત્ર હોમતી અર્થાત્ આપતી કુમારીને નિમંત્રે છે (તે થયો) હાવ. તે આજ પણ ( = હજી પણ) રતિના પ્રબોધને માનતી નથી, કેવળ તેના સંસ્કારના બળથી તે પ્રકારના વિકારો કરે છે, જેમનાથી જોવાઈ તે રીતે કરે છે. જેમ કે,
કંઈક મધુરું સ્મિત, ચંચળ અને મધુર દૃષ્ટિનો વૈભવ, નવનવીન વિલાસોક્તિથી રસયુક્ત એવો વાણીનો પરિસ્પંદ. લીલાઓનો પરિમલ જેમાં કલિકારૂપ થાય છે તેવો ગમનનો આરંભ - તારુણ્યને સ્પર્શતી (એ) મૃગનયનીનું શું રમણીય નથી ? (૭૨૫) [સુભાષિતાવલિ-શ્લોક ૨૨૩૬]
જ્યારે રતિની વાસનાના પ્રબોધથી તે પ્રબુદ્ધ રતિનું અભિમાન કરાય છે (અને) યોગ્ય વિભાવના ગ્રહણના વિરહમાં નિર્વિષય બનીને સ્ફુટત્વને પ્રાપ્ત કરતી નથી, ત્યારે ત્યારે તે ( = રતિ)માંથી જન્મેલ ઘણા અંગવિકારરૂપ (તે) હેલા, (જે) હાવની સાથે સંબંધ ક્રિયા (રૂપ છે) (એટલે કે તેનો) પ્રસાર (અથવા) વેગેથી વહેવું (એ રૂપ છે) એવો અર્થ છે. વેગથી જનારને લોકમાં ‘‘હેલે છે'' (હેલે ચડ્યો છે) એમ કહેવાય છે. આમ ખૂલી ખૂલીને વિશ્રામ લેતો (ભાવ) (તે) ‘‘હાવ’” છે. તે પ્રસરણમાત્રના સ્વભાવવાળો ‘‘હેલા’’ (કહેવાય) છે
જેમ કે,
-
-
રદ્રીવાજ્ઞાનિ... (પૃ. ૨૬૫) (૧૨૬)
અહીં હૃદયમાં રહેલ રતિનો પ્રબોધમાત્ર કહેવાયેલ છે, અભિલાષ-શૃંગાર નહીં, તેમ માનવું જોઈએ. તે આ (વિગત) બ્રાહ્મણના ઉપનયનની જેમ ભવિષ્યના પુરુષાર્થગૃહની પીઠિકાની માફક યુવતીઓ વિષે (આચાર્યો) કહે છે.
૧૭૮) લીલા વગેરે દસ સ્વાભાવિક (અલંકારો છે). (૩૫)
વિશિષ્ટ વિભાવો પ્રાપ્ત થતાં, રતિ સવિરોષરૂપે સ્ફુટ તાં, તેના સમર્થનથી થતા દેહવિકારો લીલા, વિલાસ, વિચ્છિત્તિ, બિબ્લોક, વિભ્રમ, કિલિકિંચિત, મોટ્ટાચિત, કુમિત, લલિત, વિહત (એવા) નામના છે. તે (વિકારો) સંભોગ પ્રાપ્ત થાય કે ન થાય ત્યારે (પણ) થાય છે. શોભા વગેરે સાત જે (આગળ) કહેવારો, તે સંભોગ-પ્રાપ્તિમાં જ (યાય છે).
લીલા વગેરેને લક્ષિત કહે છે
૧૭૯) વાણી, વેષ, ચેષ્ટા વગેરે દ્વારા પ્રિયનું અનુકરણ તે લીલા (છે). (૩૬)
પ્રિયનાં વાણી-વેષ-ચેષ્ટાને, પ્રિય પ્રત્યેના અતિશય માનથી, નહીં કે રેક્ડી માટે, પોતાને વિષે યોજવાં અર્થાત્ (તે રૂપ) અનુકરણ, તે છે લીલા. જેમ કે,
જે જે કરે છે, જે જે બોલે છે, જે રીતે તું રહે છે, તે તે શીખવાના શીલવાળીનો દહાડો દહાડો રહેતો નથી. (૭૨૭)
[સસરાતી
૩૭૮, ગાથાસસશતી – ૪.૭૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org