________________
૨૮૪-૨૮૭) ૫. ૭. સૂ. ૪-૪૪]
३४५ ૧૮૪) સ્મિત, હાસ્ય, રુદન, ભય, રોષ, ગર્વ, દુઃખ, થાક, અભિલાષ વગેરેનો સંકર અર્થાત્ એકસાથે થાય તે (= મિશ્રણ) કિલિકિંચિત છે. (૪૧)
સૌભાગ્યના ગર્વથી સ્મિત વગેરેનો સંકર (= મિશ્રણ) તે છે કિલિકિંચિત. જેમ કે,
રતિક્રીડાના ચૂતમાં ગમે તેમ કરીને, શરત પાળીને મેં જ્યારે (તેનો) અધર જીતી લીધો, જેણે ભૂભંગ કર્યો છે તથા કલકલ (= મીઠા કંઠથી અર્ધફુટ અવાજ કરતી તેથી તેણે પ્રકટિત થયેલા વિશિષ્ટ લક્ષણવાળા થોડા રુદિત, સ્મિત તથા ક્રોધથી ભ્રાન્ત મુખને ફરી મારા તરફ ફેરવ્યું. (૭૩૨)
[ધનિકનું (પદ્ય), દશરૂપક ઉપરના અવલોકમાં, પ્ર. ૨, . ૩૯]. ૧૮૫) પ્રિયની કથા વગેરેમાં તેના ભાવની ભાવનાથી થતી ચેષ્ટા, તે છે મોદાયિત. (૪૨)
પ્રિયની કથામાં કે દર્શનમાં તેના ભાવની ભાવના એટલે કે તન્મયતા. તેમાંથી જે લીલા વગેરે ચેષ્ટા ઉદ્દભવે છે તે મદનાંગ (= યોનિ) સુધીનાં અંગોને ચોળવા (= કચડવા) (રૂપ ક્રિયા) તે મોદાયિત (કહેવાય છે). જેમ કે,
આની કામપીડાનું ગૂઢ નિમિત્ત શોધવા હે સુભગ, સખીઓ વડે જ્યારે તારી વાત માંડવામાં આવી ત્યારે પીઠને વાંકી વાળીને પુષ્ટ સ્તનોના ઊંચા ઉઠાવેલા અગ્રભાગવાળી તે (નાયિકા) હાથ ફેલાવીને, અંગભંગ સાથે આળસ મરડે છે. (૩૩) [દશરૂપક ઉપરના અવલોકમાં, પ્ર. ૨. સૂ. ૪૦ ધનિકનું (પદ્ય)] ૧૮૬) અધર વગેરેના ગ્રહણથી દુઃખમાં પણ હર્ષ (થાય) છે તે છે કુદમિત. (૪૩)
અધર, સ્તન, કેશ વગેરેના ગ્રહણથી, પ્રિયતમ દ્વારા - એમ અધ્યાહ્નત છે – દુઃખમાં પણ હર્ષ (જન્મ) છે, તે છે કુદમિત. જેમ કે,
સુરતક્રીડા પૂરી થવાને સમયે તવંગીનું મુખ કે જેમાં ચંચળ લોચનયુગલ સહેજ બિડાયેલું છે, જેમાં ભૂલતા ફેરવવામાં (= નચાવવામાં) આવી છે, અધરોષ્ઠ કરડાવાથી (યતી) વેદનાથી ““નહિ નહિ” એમ ધીમા સ્વરે સિસકારાવાળું છે (અને) જે પરસેવાથી ભીંજાયેલા ફિક્કા ગાલવાળું છે તે જે મારાથી જોવાયું તે કોનાથી ભુલાય ? (૭૩૪)
૧૮૭) કોમળ અંગવિન્યાસ તે લલિત (નામે અલંકાર) છે. (૪૪)
હાથ, પગ, ભ્રમર, આંખ, અધરોષ વગેરે અંગોનો કોમળ સુકુમાર એવો વિન્યાસ (= કોમળ નિક્ષેપ) તે છે લલિત. જેમ કે,
હાથ રૂપી કૂંપળના ચલન (અને ભૂભંગ સાથે આલાપતી, લોચનના છેડેથી મીઠું મીઠું જોતી, સ્વૈરગમનમાં લીલાથી બે ચરણકમળ માંડતી (તે) કમલાક્ષીને સંગીત વગર જ, નવયૌવન વડે, નચાવવામાં આવી. (૭૩૫)
[દારૂપક ઉપરના અવલોકમાં (પ્ર. ૨. સૂ, ૪૧(ધનિકનું (પદ્ય)]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org