________________
૨૭૭) મ. ૭. સૂ. ૩૪]
કેટલાક અલંકારો ક્રિયાત્મક છે. તો કેટલાક ગુણરૂપ. ક્રિયારૂપ પણ કેટલાક પૂર્વજન્મમાં અભ્યસ્ત રતિભાવમાત્રથી સત્ત્વનો ઉદ્દબોધ થતાં દેહમાત્ર હોતાં હોય છે, તે “અંગજ'' આંગિક- કહેવાય છે. બીજા તો આ જન્મમાં ઉચિત વિભાવ વડે સ્કુટ થયેલ રતિભાવથી યુક્ત દેહમાં ફરે છે તે સ્વાભાવિક (અલંકારો) છે. હૃદયનો વિષય બનતા પોતાના રતિભાવથી (તે) સંભવે છે.
વળી, કોઈક નાયિકાના સ્વભાવને લીધે કોઈક (અલંકાર) જ થાય છે, બીજીને બીજો, કોઈકને બે, ત્રણ વગેરે; તેથી પણ સ્વાભાવિક (કહેવાય છે). ભાવ, હાવ, હેલા વગેરે બધા તો બધી સત્ત્વાધિષ્યવાળી ઉત્તમ સ્ત્રીઓમાં થાય છે. શોભા વગેરે ગુણરૂપ સાત છે.
આ રીતે અંગભૂત અને સ્વાભાવિક (એમ વિવિધ અલંકારો) ક્રિયાત્મક છે. શોભા વગેરે તો ગુણાત્મક છે અને તે પ્રયત્નથી જન્મેલ નથી. યત્નથી જન્મેલ તે ક્રિયાત્મક. ઇચ્છાથી પ્રયત્ન અને પછી દેહને વિષે ક્રિયા (થાય છે) એમ પદાર્થવિદો* કહે છે. તેનાથી ભિન્ન (= ગુણાત્મક) અલંકારો યત્નથી જન્મેલ નથી.
તેમને ક્રમપૂર્વક લક્ષિત કરે છે.
૧૭૭) ભાવ, હવ, હેલા એ ત્રણ અંગભૂત (અલંકારો) (અનુક્રમે) અલ્પ, બહુ અને વારંવાર (થતા) વિકારરૂપ છે. (૩૪)
જેમ કે,
(૪૧) દેહાત્મક હોય તે સત્ત્વ. સત્ત્વમાંથી ભાવ ઉદ્દભવે છે, ભાવમાંથી હાવ ઉદ્દભવે છે અને હાવમાંથી હેલા ઉદ્દભવે છે.
નિાટ્યશાસ્ત્ર ૨૪.૭ (C.S.S.)-૨૨.૬ (G.0.S.)]. એ ભરતના વચન દ્વારા ક્રમશઃ તેમનામાં કારણભાવ રહેલ છે. તો પણ પરંપરાથી સૌથી તીવ્ર સત્ત્વમાં અંગની હેતુરૂપતા હોઈને તે “અંગજ' એમ કહેવાયેલ છે અને વળી, પરસ્પર દ્વારા ઉભવતો હોવાથી પણ આમનું અંગભૂતત્વ (જણાય) છે જ. જેમ કે, કુમારીના શરીરમાં સૌથી મોટી કુમારીમાં રહેલ હેલાના અવલોકનમાં “હાવ'નો ઉદ્દભવ (નામે) ભાવ જો પહેલાં ઉલ્લસિત થયો હોય તો (હેલા-હાવ-જન્ય) “ભાવ” (કહેવાય), નહિ તો ભાવનો જ ઉદ્દભવ (ભાવ કહેવાય). આ રીતે, ભાવ જણાતાં “હા” અથવા
હેલા’ (તર્જન્ય બને) પણ જે હાવની અવસ્થા પહેલાં ખીલી હોય અને પછી હેલા જણાય તો હેલામાંથી પણ હેલા (સંભવે). આમ, હાવમાંથી હાવ (અને) ભાવમાંથી ભાવ એમ (પણ) કહી શકાય. આમ બીજાના ભાવ વગેરેના શ્રવણથી સ-રસ કાવ્યાદિમાં પણ હેલા વગેરેનો પ્રયોગ થાય છે તેમ માનવું. આ થયું અન્યોન્યમાંથી ઉત્પન્ન થવું તે. તેમાં અંગનો અલ્પ વિકાર (તે) અંતર્ગત વાસનાત્મક હોવાથી રતિ નામે ભાવનું ભાવન-સૂચન કરાવાને કારણે ભાવ (કહેવાય છે) - જેમ કે,
બાળક્રીડામાં જેનો આદર નથી તેવી દષ્ટિ સ-અલસ બને છે. સંભોગની વાતોમાં પણ (આડું) ફરી ગયેલી સખી વિષે કાન સેરવે છેપહેલાંની માફક નિઃશંક (બનીને) પુરુષના ખોળામાં ચડી બેસતી નથી. બાળા નવયૌવનના મિલનથી ધીમેધીમે જન્ડાયેલી જણાય) છે. (૭૨૪) * પ્રો. આઠવલેસાહેબ પદાર્થવિદ્દ એટલે “Psychologists”, (પૃ. ૨૪૯, કા.શા.વાં. આ.૧૯૩૮ ઈ.સ.,
મુંબઈ) એમ સમજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org