________________
૨૭૪-૭૬) ૫. ૭. ખૂ. ૩૨-૨૨]
३३७ કામથી આર્ત બનેલી જે અભિસાર કરે છે કે પ્રિયતમને અભિસાર કરાવે છે, તે છે અભિસારિકા. જેમ કે,
છાતી પર ચમક્તો હાર મૂક્યો (= પહેર્યો), પુષ્ટ જઘન ઉપર લહલ અવાજ કરતો કંદોરો (પહેર્યો), પગમાં રણક્તાં મણિવાળાં ઝાંઝર (પર્યા) - આ રીતે, હે મુગ્ધા, ઢોલ વગાડતી તું જો પ્રિયતમ પાસે અભિસાર કરે છે તો ગભરાઈને બીજી દિશાઓ (= આજુબાજુ) કેમ વારંવાર જુએ છે? (૭૨૨)
[અમ-૩૧]. વળી,
જે રીતે (= મારો પ્રિયતમ) મારા ઉપર દયા કરે, તથા મારી લઘુતા ન સમજે (= ધ્યાનમાં ન લે), તે રીતે નિપુણતાથી એની પાસે જઈને કહેજે – આ પ્રમાણે કોઇક (કલહાન્તરિતા નાયિકા)એ દૂતીને સંદેશો આપ્યો. (૭૨૩).
[શિશુપાલવધ-૯૫૬] આ (બધી નાયિકાઓ)નું લક્ષણ અર્થાનુસારી હોવાથી (જુઠું) આપ્યું નથી. ૧૭૪) છેલ્લી ત્રણ અવસ્થા પરકીયા(ની હોય છે). (૩૧)
પરકીયા સ્ત્રી બે છે – કન્યા અને પરિણીતા. સંતની પહેલાં વિરહોત્કંઠિતા, પછી વિદૂષક વગેરે સાથે અભિસાર કરે છે તેથી અભિસારિકા અને કોઈપણ કારણથી સંતસ્થાને નાયક પ્રાપ્ત ન થતાં વિપ્રલબ્ધા એમ ત્રણ અવસ્થા જ આ બે (નાયિકાઓ)ની હોય છે.
નાયિકાની પ્રતિનાયિકા કહે છે – ૧૭૫) ઈર્ષાના કારણરૂપ સપત્ની ને પ્રતિનાયિકા છે. (૩૨) જેમ કે, રુકિમણીના સત્યભામા. નાયિકાની દૂતીઓ તો લોકસિદ્ધ હોવાથી કહેવામાં આવી નથી. હવે સ્ત્રીઓના અલંકાર કહે છે - ૧૭૬) સવથી જન્મેલ વીસ અલંકારો સ્ત્રીના (કહેવાયા છે). (૩૩)
(૪૦) “દહાત્મક હોય, તે છે સત્ત્વ. નાટ્યશાસ્ત્ર ૨૪-૭ (C.S.S.), ૨૨.૬ (G.0.S.)) તેમાંથી જન્મેલ તે સાત્ત્વિક; રાજસ અને તામસ તે શરીરમાં સંભવતા નથી. ચાંડાલીને વિષે પણ રૂપ, લાવણ્ય વગેરે સંપત્તિ જોવા મળે છે પરંતુ ચેષ્ટાના અલંકાર નહીં. અથવા તેમનામાં પણ જો હોય તો (તેમની) ઉત્તમતા જ સૂચવે છે. અલંકારો દેહમાત્રને વિષે રહેલા છે, નહિ કે ચિત્તવૃત્તિરૂપે. તે ( = અલંકારો) યૌવનાવસ્થામાં ઉદ્રિક પામેલ જણાય છે. બાલ્યકાળમાં ઉદ્દભેદ પામેલ નથી હોતા તથા વાર્ધક્યમાં તિરોભૂત થયેલ હોય છે. તે (અલંકારો) જો કે પુરુષના પણ હોય છે છતાં સ્ત્રીઓને વિષે (માત્ર) તે જ અલંકારો હોય છે. તેથી તેમને (= સ્ત્રીઓને) વિષે તે વર્ણવાયા છે. પુરુષોમાં તો ઉત્સાહકથન એ જ પરમ શ્રેષ્ઠ અલંકાર છે અને વળી, બધા જ પ્રકારના નાયકોમાં “ધીરત્વ' વિશેષણરૂપે કહેવાયેલું છે તેનાથી ઢંકાયેલ શૃંગાર વગેરે ધીરલલિત (વગેરે)માં (છે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org