________________
૨૭ર-૨૭૩) ૩. ૭. સૂ. ર૧-૩૦]
३३५ ઈર્ષાથી થયેલ કલહને લીધે (બહાર) નીકળી ગયેલ પતિને લીધે સંગમસુખથી અંતરાય પામેલી (નાયિકા) તે કલહાન્તરિતા (છે). જેમ કે,
નિઃશ્વાસો મુખને બાળે છે, હૃદય નિર્મળ માત્ર થાય એ રીતે વલોવાય છે, નિદ્રા આવતી નથી, પ્રિયનું મુખ જોવામાં આવતું નથી, રાતદિવસ રડવામાં આવે છે, અંગો સુકાય છે, ચરણે પડેલા પ્રિયજનને એ રીતે ઉપેક્ષિત કર્યો. હે સખીઓ, કયા ગુણની ગણતરી કરીને વહાલા વિષે અમારા થકી (અભિ)માન કરાવ્યું ? (શેણે અમે માન ધારણ કર્યું ?) (૭૧૮)
[અમ- ૯૨] (૩૯) પૂર્વની પરિપાટી પ્રમાણે (અર્થાત્ ક્રમ પ્રમાણે), ઋતુકાળમાં (છઠે દિવસે), અથવા નવું હોય ત્યારે પ્રસવ વખતે (અર્થાત્ પ્રસવ પછીના થોડા દિવસો પછી), દુ:ખમાં કે આનંદમાં એમ છ વાસકો (= રાત્રિને ઉચિત કામોપચારો) કહેવાયા છે. સ્ત્રીઓના ઉચિત વાસકમાં અને ઋતુકાળમાં ડાહ્યા માણસોએ છેષયુક્ત અથવા ઈષ્ટ સ્ત્રીઓનું ઉપસર્પણ કરવું જોઈએ.
નાટ્યશાસ્ત્ર- ૨૨.૨૦૯-૧૦] એ ન્યાયે ઉચિત દિવસે, રતિસંભોગની લાલસાથી અંગરાગ વગેરેથી સજ્જ થયેલી ઘણા ગુણવાળી તે (પઈ) વાસસજ્જા. જેમ કે,
પથારી સજાવવાના વિધિ પછી વારંવાર પતિની વાટ જુએ છે. અનિંદ્ય આભૂષણવાળી તે ક્ષણભર દર્પણમાં હર્ષથી ભૂષિત (પોતાનું) શરીર જુએ છે. (૭૧૯).
(પોતાની જાતને પતિને) પ્રિય માનતી, પતિ વિલંબ કરે ત્યારે વિરહથી ઉત્કંઠિત થાય તે (વિરહોન્કંઠિતા) છે. જેમ કે,
બીજે જાય એની તો વાત જ ક્યાં? તેને કોઈ એવો મિત્ર પણ નથી, જે મને પસંદ ન કરતો હોય (છતાં) આવ્યો નહીં. અરેરે ! વિધિનો આ કેવો પ્રક્રમ છે ? - આ રીતે અનેક કલ્પનાઓથી કોરાતા અંતરવાળી બાલા શયનગૃહમાં રાત્રે પાસાં ઘસે છે પણ ઊંઘવા પામતી નથી. (૭૨ ૦)
કા.પ્ર.૪.૩૩] દૂતી દ્વારા અથવા પોતે સંકેત આપીને કોઈ પણ કારણસર (ન આવતાં) છેતરાયેલી (નાયિકા) તે વિપ્રલબ્ધા (છે). જેમ કે,
પોતે જ દૂતીને મોકલીને પ્રિયતમે જે સતસ્થાન કહ્યું હતું તેને લાંબો વખત ખાલી જોઈને પછી સુલોચનીએ હતાશાથી (પોતે) બેઠી હતી તે સૂચવવા ઘેરા કાજળભર્યા ટપતાં આંસુથી ખૂબ રડતી તેણે જાણે કે જમીન ઉપર ધીમેધીમે અક્ષરમાલિકા રચી દીધી. (૭૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org