________________
૬૭ર-૧૭૨) . ૭. ખૂ. ર૧-૩૦]
३३३ સામાન્યાને લક્ષિત કરે છે - ૧૭૨) ગણિકા તે સામાન્યા (નાયિકા છે). (૨૯)
કલામાં પ્રગલ્લભતા, ધૂર્તતા વગેરે દ્વારા ગણે છે, કલન કરે છે તે ગણિકા. સામાન્યા તે નિર્ગુણ કે ગુણવાન (નાયક) વિશે સમાન છે. કેવળ ધનલાભરૂપ આલંબનને કારણે (તેનો) પ્રેમ કૃત્રિમ હોવાથી (તે બધા વિષે સામાન્ય છે). જેમ કે,
જેમાં ગાઢ આલિંગનથી સ્તનનો ભાગ ભીંસાય છે, ગાલ ઉપર પરસેવો વળે છે, અધર કરડાવાથી સિસકારો થાય છે (તેથી) સંભ્રાન્ત ભ્રમર નર્તન કરે છે, હાથ (પણ) નર્તન કરે છે, (જે) મીઠાં (ખુશામતનાં) વચનવાળું, સુંદર રણકારવાળું, તથા આઘાત અને મીઠા અવાજથી યુક્ત છે તેવું પુષ્પધન્વાની ધૃતિના સ્થાનરૂપ વેશ્યાઓ (સાથે)નું સુરત (= રતિનો આનંદ) ધન્ય (વ્યક્તિ પામે છે). (૭૧૪)
શૃિંગારતિલક - પરિ. ૧-કા. ૬૮ પછી] સ્વકીયા અને પરકીયા નાયિકાની અવસ્થા કહે છે –
૧૭૩) સ્વાધીનપતિકા, પ્રોષિતભર્તૃકા, ખંડિતા, કલહાન્તરિતા, વાસકસજજા, વિરહોન્કંઠિતા, વિપ્રલબ્ધા અને અભિસારિકા એ આઠ અવસ્થા સ્વકીયા નાયિકાની (હોય છે). (૩૦)
પ્રેમ તથા ગુણથી આકર્ષાઈને પાસે રહેલ હોવાથી એનો પતિ પોતાને આધીન લવાયો છે તે (નાયિકા) તે પ્રકારની (= સ્વાધિનપતિકા) (છે). જેમ કે,
સૂર્ય અજવાળાવાળો બને ત્યારે જ (= મોડી સવારે) અનિચ્છા ધરાવતા હસતા એવા ગૃહપતિના ચરણ પકડીને હસતી ગૃહિણી દોડે છે. (૭૧૫)
[સપ્તશતી-૧૩૦, ગાથાસપ્તશતી- ૨.૩૦] જેનો પતિ કાર્યવશાત બહારગામ - બીજા દેશમાં ગયેલ હોય તે તેવી (= પ્રોષિતભર્તુકા) (કહેવાય છે). જેમ કે,
શ્વાસ, આંસુ, વાણી, રસ્તે મીટ માંડવી (= વાટ જોવી) - આ (બધું) પ્રિયતમના વિરહમાં કોણે નથી કર્યું? કોના પ્રાણ નીકળી ગયા? હે સખી, જો આ રીતે તેનાથી હું સમજાઈશ નહિ, તો એ મુસાફર કેમ કરીને ગયો? કલંક્યી મલિન એવા મારા પ્રાણ (હવે) રહે કે જાય (શો ફેર પડે છે) ? (૭૧૬) [ ]
બીજા સ્ત્રીના વ્યાસંગને લીધે પ્રિયતમ ન આવતાં દુઃખથી સંતાપ પામેલી (નાયિકા) ખંડિતા (કહેવાય છે). જેમ કે,
નવા નખોરિયાંથી અંકિત થયેલું અંગ વસ્ત્રથી ઢાંક છે, દંતક્ષતવાળા હોઠને હાથથી આવરે છે. (પણ) દરેક દિશામાં ફેલાતી, બીજી સ્ત્રી સાથેના સંગને કહેતી (= જાહેર કરતી), નવીન પરિમલ (નામની) સુગંધ કોનાથી છુપાવી શકાય છે ? (૭૧૭)
[શિશુપાલ-૧૧.૩૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org