________________
૨૭૨) ૫. ૭. સૂ. ૨૮]
३३१ પ્રૌઢા ધીરા ધીરા અનુકૂળ (બનીને ક્રોધ વ્યક્ત કરે) = જેમ કે,
વસ્ત્રની ગાંઠ છોડતો હાથ અટકાવ્યો નહિ, વારંવાર હોઠ કરડતી વખતે ભ્રમર સહેજ પણ સંકોરી નહિ, પતિ સાથે આલિંગનમાં શરીર નિઃશંક ધરી દીધું, માનિનીને તે અનુકૂળ રીતે જ (તે રીતે અર્થાત્ અનુકૂળ બનીને જ) મોટો ગુસ્સો કહ્યો. (= વ્યક્ત કર્યો) (૭૦૮) શૃિંગારતિલક - પરિ. ૧-કા. ૪૪ પછી]
તે જ (= પ્રૌઢાધીરા) ઉદાસીન – જેમ કે,
થાકેલી હોય ત્યારે, વસ્ત્રો દૂર કરવામાં પહેલાંની માફક કલહ કરતી નથી. વાળ પકડવામાં આવે ત્યારે ભૂભંગવાળી તે અત્યંત ખંડિત કરાતા અધરને ધારણ કરતી નથી. બળપૂર્વકના આલિંગનમાં પોતે જ અંગો સમર્પિત કરે છે, વંકાતી નથી (આ) તન્વીએ કોપનો બીજો પ્રકાર હવે ક્યાંથી શીખ્યો છે ? (૭૦૯)
[અમર૦-૧૦૬] પ્રૌઢા અધીરા તિરસ્કાર દ્વારા, જેમ કે,
પહેલાં આપણું આ શરીર એ રીતે અવિભક્ત હતું. પછી તું પ્રિય બન્યો અને હતાશ એવી હું પણ પ્રિયતમા (બની.) હવે તું “નાથ” છો અને અમે પત્ની છીએ. બીજું શું ? મેં વજ જેવા કઠોર પ્રાણ (ધરવાનું) આ ફળ મેળવ્યું છે. (૧૦)
[અમર૦ - ૬૯] તે જ (= પ્રૌઢાધીરા) આઘાતયુક્ત – જેમ કે, કોમનોત્ત... વગેરે. પરસ્ત્રીનું લક્ષણ કહે છે – ૧૭૧) બીજાને પરણેલી અને કન્યા (એ બે પ્રકારની) પરસ્ત્રી (હોય છે). (૨૮)
બીજાને પરણેલી-બીજાની સ્ત્રી તે પરસ્ત્રી. તે મુખ્ય રસને વિષે ઉપકારક હોતી નથી. તેથી તેનો વિસ્તાર ર્યો નથી. “પરણેલી” તે ઉપલક્ષણ માત્ર છે. (તેથી) રોકવામાં આવેલી પણ પરસ્ત્રી કહેવાય છે. બીજાને પરણેલી – જેમ કે, ઈિ દે પ્રતિનિ .... વગેરે. (૭૧૨) કન્યા તો પિતા વગેરેને આધીન હોઈ અપરિણીત હોવા છતાં પરસ્ત્રી (કહેવાય છે) જેમ કે,
શિવથી મંડિત દષ્ટિ પ્રત્યેક ક્ષણ પ્રગલ્લભતા (= ઠાવકાઈ)નો અભ્યાસ કરે છે. છાતી પહેલાંના આકારવાળી છે છતાં સ્તનથી નવી શોભા માટે પ્રયત્ન કરે છે. ગુરુતા ધારણ નથી કરતી છતાં નિતમ્મસ્થલી (= નિતંબનો ભાગ) વધેલા વિસ્તારવાળી (બની) છે, જેણે કામદેવનો સ્વીકાર કર્યો છે તેવું, કેવળ નેત્રથી પાન કરાય તેવું તન્વીનું શારીર વિજય પામે છે. (૭૧૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org