________________
૬૬૬-૬૭૦) . ૭. સૂ. ૨૬-૨૭]
હવે તેમની ક્રોધચેષ્ટા વર્ણવે છે
૧૬૯) મધ્યા ધીરા વગેરે (નાયિકા) તિરસ્કારયુક્ત વક્રોક્તિ સાથે આંસુ સાથે કઠોર વચન વડે ક્રોધ કરનારી હોય છે. (૨૬)
३२९
મધ્યા ધીરા વગેરે ત્રણ પ્રકારની (નાયિકા) પણ તિરસ્કારયુક્ત વક્રોક્તિ વગેરે દ્વારા ક્રોધ કરે છે. તેમાં તિરસ્કારયુક્ત વક્રોક્તિ વડે મધ્યા ધીરા (નો ક્રોધ) જેમ કે,
અમે આ (પલ્લવના) દાનને યોગ્ય નથી. જે (તારી પત્ની) એકાન્તમાં તને (= તારા અધરને) પીએ છે તથા (બીજેથી = મારાથી તને) બચાવે છે, તેને આ પલ્લવ આપ, જેથી બંને સમાન (વ્યક્તિઓ)નો સમાગમ લાંબા સમય માટે થાય. (૭૦૩ ) [શિશુપાલવધ- ૭.૫૩] જેમ કે, વાતે નાથ૦
આંસુ સાથે તિરસ્કારભરી વક્રોક્તિથી (ક્રોધની અભિવ્યક્તિવાળી) ધીરાધીરા
વગેરે (૭૦૪)
[અમરુ-૫૭]
ઠોર વચન વડે અધીરા - જેમ કે,
ધિક્કાર છે, હે નિર્લજ્જ, શા માટે મારી પાસે આવીને બળપૂર્વક (મને) ચૂમે છે ?
હે શઠ, (મારા) વસ્ત્રનો છેડલો છોડ, છોડ !
હે ધૂર્ત, શા માટે સોગંદો ખાઈને (મને) મજબૂર કરે છે ? તારા રાત્રિજાગરણથી હું ખિન્ન છું. તે જ પ્રિયા પાસે જા. કરમાયેલા, છોડી દેવાયેલા પુષ્પોના હારના ઢગલા ઉપર વળી ભ્રમરોની રતિ ક્યાંથી હોય ? (૭૦૫)
૧૭૦) ઉપચાર, લજ્જા વડે, અનુકૂળતા અને ઉદાસીનતા વડે, તિરસ્કાર અને આઘાત (= ધોલધપાટ) વડે, પ્રૌઢા ધીરા વગેરે (ક્રોધ વ્યક્ત કરે છે), (૨૭)
પ્રૌઢા ધીરા વગેરે ત્રણે પણ અનુક્રમે ઉપચાર, અવહિત્યા વગેરે બે ત્રણ વિગતો વડે ક્રોધ કરનારી બને છે. તેમાં, ધીરા પ્રૌઢા ઉપચાર સાથે - જેમ કે,
દૂરથી સામે જઈને મળવા(ને બહાને) એક જ સ્થળે આસનનો (= બેસવાનો) સાય છોડી દીધો. પાન લાવવાને મિષે જોરથી (લેવાતું) આલિંગન પણ વિઘ્નયુક્ત કર્યું. પરિજન (= દાસી)ને પાસે બોલાવતી (નાયિકા) વાતમાં પણ ન જોડાઈ. પ્રિયતમને વિષે ઔપચારિકતાથી ચતુર (નાયિકા) વડે કોપને કૃતાર્થ કરવામાં આવ્યો. (૭૦૬) [અમરુ. ૧૮]
તે જ (= પ્રૌઢાધીરા નાયિકા) અવિહિત્યાયુક્ત જેમ કે,
જેનાથી ક્રોધ પ્રગટ થાય છે તેવા તારા ભૂભંગો વધારે સારા છે. પ્રણયથી મીઠી, ઠપકાયુક્ત ગદ્ગદ્ વાણી વધારે સારી છે. સ્વમાનના આવેગમાં કરાતો અનાદર (વિધિ) (પણ) વધારે સારો છે. પણ હે કઠણ હૃદયવાળી, છૂપા અંત:ક્રોધવાળી આ સંવૃત્તિ (= ઢાંકપિછોડની વિગત) નથી સારી. (૭૦૭)
[સુભાષિતાવલીમાં શ્લોક-૧૬ ૨૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org