________________
૬૬૭-૬૬૮) ૬. ૭. સૂ. ૨૪-૨]
વચથી મધ્યા
જેમ કે,
અંગો જાણે કે ટપક્તા સ્વચ્છ લાવણ્યના સાગરમાં તરે છે. વિસ્તાર ( = અંગોનો વિકાસ)ની પ્રગલ્ભતા સ્તન અને જઘનને મુદ્રિત કરે છે. (એ બે અંગો ફાલ્યાં છે). નયનોની લીલાના આરંભ સ્પષ્ટ રીતે સરલતાનો અપવાદ કરે છે. અહો ! મૃગનયનીનો યૌવન સાથે ઘેરો પરિચય (વ્યક્ત થાય છે). (૬૯૯)
કૌરાલથી (મધ્યા) જેમ કે,
મુખ સ્વેદજળની કણિકાથી છવાયેલું થયું છતાં, (અને) રુવાડાં ઊભાં થયાં છતાં, ઘેરા એકાંતમાં પણ સ્તનભારનો થયરાટ વૃદ્ધિ પામવા છતાં, વારી ન શકાય તેવા કામ (વેગ)થી ભરેલે હ્રદયે, બળપૂર્વક વાળ ખેંચીને ઘેરા આલિંગનના અમૃતમાં લોભાયેલી તન્વંગી વડે પ્રિયજન ઉપર હુમલો ન કરાયો (= તવંગી પ્રિયતમ ઉપર ધસી ન ગઈ). (૭૦૦)
[સુભાષિતાવલિમાં શ્લોક ૨૦૭૧]
-
વયથી પ્રગલ્ભા ( = પ્રૌઢા). જેમ કે,
વિશાળ હોવાને લીધે નિતંબ ઝડપી ગમનમાં મંઠતા આણે છે. મોટાપણાને લીધે ઊંચા ઊઠેલા સ્તનકલશનો ભાર શ્રમિત કરે છે. મુખચંદ્ર વિકસતી, કાંતિથી રૂપ પ્રગટાવે છે. આ મારાં અંગો જ અભિસરણમાં (મારા) બળપૂર્વકના (= મોટાં) દુશ્મનો છે. (૭૦૧)
કૌરાલયી (પ્રૌઢા) જેમ કે,
અનુષ્રત (= સૂક્ષ્મ), એકલો, અટકી અટકીને થતો સુંદરીઓનો કંઠરવ (= ગળામાંથી નીકળતો ઝીણો સીસકારો) ઉદ્ધૃત ( = મોટેથી થતા), અનેક, અવિતર એવા મીઠા, કંદોરા અને નૂપુરના રણકારથી અક્ષત રહીને ( = ન દબાઈને) સંભળાયો. (૭૦૨)
३२७
[શિશુપાલવધ-૧૦, ૭૬ ]
૧૬૭) છેલ્લી બે (= મધ્યા અને પ્રૌઢા) (નાયિકા) ધીરા, અધીરા અને ધીરાધીરા ભેઠે ત્રણ પ્રકારની (હોય છે). (૨૪)
Jain Education International
છેલ્લી બે એટલે મધ્યા અને પ્રૌઢા. ત્રણ પ્રકારની (એટલે) ધીરામધ્યા, ધીરાધીરા મધ્યા, (અને) અધીરામધ્યા. એ જ રીતે પ્રૌઢા પણ ત્રણ પ્રકારની (હોય છે).
૧૬૮) છ પ્રકારની પણ જ્યેષ્ઠા-કનિષ્ઠાના ભેઠે (કરીને) બાર પ્રકારની (થાય છે). (૨૫)
મધ્યા અને પ્રૌઢા પૈકી દરેક ત્રણ પ્રકારની હોવાથી છ પ્રકારની (થાય છે અને તે) પણ જ્યેષ્ઠા અને કનિષ્ઠા (એવા) ભેઠે બાર પ્રકારની સ્વસ્ત્રી બને છે. તેમાં પહેલાં પરણેલી તે જ્યેષ્ઠા અને પછી પરણેલી તે કનિષ્ઠા.
For Private & Personal Use Only
www.jainelibrary.org