________________
દર-૨૬૬) એ. ૭. સૂ. ૨૨-૨૩]
३२५ ૧૬૨) ગૂઢ અપરાધવાળો (નાયક) તે શઠ (કહેવાય છે). (૧૯) જેમ કે, એક જ આસન ઉપર રહેલ બે પ્રિયતમાઓ... વગેરે. (૬ ૯૫)
[અમર- ૧૯] નાયક દ્વારા જીતવાયોગ્ય પ્રતિનાયક (વિષે) કહે છે - ૧૬૩) પ્રતિનાયક વ્યસની, પાપી, લોભી, સ્તબ્ધ ધીરોદ્ધત હોય છે. (૨૦) જેમ કે, રામ અને યુધિષ્ઠિરના પ્રતિનાયક) (અનુક્રમે) રાવણ અને દુર્યોધન (છે). નાયિકાનું લક્ષણ કહે છે – ૧૬૪) તે ગુણવાળી, સ્વ(ની), પર(ની) અને સામાન્યા એમ નાયિકા પણ ત્રણ પ્રકારની છે. (૨૧)
તે ગુણવાળી એટલે કહેવામાં આવેલ સંભવિત નાયકના ગુણોથી યુક્ત નાયિકા. અને તે સ્વકીયા, પરકીયા અને સામાન્યા એમ ત્રણ પ્રકારની (હોય છે).
સ્વસ્ત્રીનું લક્ષણ કહે છે – ૧૬૫) જાતે જ પરણેલી, શીલ વગેરેથી યુકત તે સ્વા(= સ્વકીયા) (નાયિકા છે). (૨૨)
આદિ (પદ)ના ગ્રહણ વડે જુતા, લજ્જા, ઘરના આચારમાં નિપુણતા વગેરેનું ગ્રહણ (થાય છે). (તેમાં) શીલ – જેમ કે,
કુળવાન બાલિકાના યૌવન (તથા) લાવણ્ય-(યુક્ત) વિભ્રમ-વિલાસો જુઓ. (પતિ) પ્રોષિત થતાં (= બહારગામ જતાં) (તે વિલાસો) જાણે કે પ્રવાસે જાય છે અને (પતિ) ઘેર આવતાં (જાણે કે) (પાછા) આવે છે. (૬૯૬).
૧૬) વય અને કૌશલ દ્વારા (= તેના અનુસંધાનમાં) તે (નાયિકા) મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એમ ત્રણ પ્રકારની (બને છે). (૨૩)
વય એટલે શરીરની વિશેષ અવસ્થા. કૌશલ એટલે કાનોપચારમાં નિપુણતા. તે બંને વડે (= તે બંનેના અનુસંધાનમાં) મુગ્ધા. એ જ રીતે મધ્યા અને પ્રૌઢા (પણ સંભવે છે).
તેમાં વયથી મુગ્ધા, જેમ કે,
(તેની) છાતી હાથના મૂળ સુધી બાંધેલા સ્તનવાળી છે, સ્નેહાળ કટાક્ષયુક્ત આંખો છે. સ્મિતસુધાથી ભીંજાયેલ ઉક્તિઓ વખતે નર્તનમાં સહેજ કુશળ એવી બે ભ્રમરો છે. કામના જોડાણથી ચિત્ત ખીલેલું છે, અંગોએ લાવણ્ય ધારણ કર્યું છે. તાયનો ધીમેથી પસાર થતાં, તવદ્ગીની કોઈ અનેરી જ ગતિ (= સ્થિતિ છે.) (૬૯૭).
[ ] કૌશલથી (મુગ્ધા)એ જ જેમ કે,
પતિ સામે આવતાં, એ સુંદર નયનીનું શરીર ઉસદ્ધયની નિશ્રેષ્ઠતાના ઉદયવાળું (= જેનાં ઉદય સ્થગિત થઈ ગયા છે તેવું) લજ્જાથી વ્યાકુલ, પ્રતિપત્તિ (અર્થાત્ કર્તવ્યતા)થી મૂઢ (= કિંક્તવ્યમૂ) બન્યું છતાં (મુખ-નેત્ર વગેરેની પ્રસન્નતાને કારણે) (પ્રિયતમ વિષે) અત્યંત આદર પ્રગટ કરનાર બન્યું. (૬૯૮) [શિશુપાલ ૯.૭૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org