________________
૨૨-૨૬૨) . ૭. ખૂ. ૨૬-૨૮]
३२३ (૧૮) દેવોને ધીરોદ્ધત જાણવા. રાજાઓ ધીરલલિત હોય છે. સેનાપતિ અને અમાત્ય ધીરોદાર મનાયા છે. બ્રાહ્મણો તથા વણિકોને ધીરપ્રશાન્ત જાણવા. આ પ્રમાણે અહીં ચાર જ નાયકો ઉદાત કરાયા છે.
(નાટ્યશાસ્ત્ર- ૩૪.૧૮-૧૯ C.S.S., નાટ્યશાસ્ત્ર- ૨૪.૧૮-૧૯ 6.0.S.)
આ થયા અંતર લોકો.
હવે નાયકના શૃંગારીપણાને વિષે અવસ્થાભેદ કહે છે – ૧૫૯) જયેઝ (પત્ની) ને વિષે પણ સય (નાયક) દક્ષિણ (પ્રકારનો છે). (૧૬)
નાની (નાયિકા)ને વિષે અનુરાગી (નાયક) જ્યેષ્ઠાને વિષે પણ એકસરખા હૃદયવાળો (હોતાં) દાક્ષિણ્યશીલ હોઈને દક્ષિણ (કહેવાય છે). જેમ કે,
જોતાં પ્રસન્ન થાય છે. (તેની) રતિક્રીડાઓ પ્રેમથી કેવી ય ગરવી છે. રોજે રોજ કોઈ અપૂર્વ એવો એનો વિનય છે. ક્યારેક કોઈ વિશ્વાસુ પરિજન (= દાસી) કંઈક કહે છે પણ હે પ્રિય સખી! એની કોઈ પણ બુરાઈ (ની વાત)માં મને વિશ્વાસ નથી. (૬૯૨)
[ધનિકનું પદ્ય), દશરૂપકાવલોકમાં (પ્ર. ૨, સૂ. ૭] ૧૬૦) જણાઈ ગયેલ અપરાધવાળો (નાયક) તે ધૃષ્ટ (કહેવાય છે). (૧૭) જેમ કે,
કપાળ આગળ અળતાનું નિશાન, ગળા ઉપર યૂરની છાપ, મુખ ઉપર કાજળની કાળાશ, બે નયન ઉપર જુદો એવો પાનનો રંગ - પ્રિયતમનું આ કોપકારક ઘરેણું સવારે લાંબો વખત જોઈને, મૃગનયનીના શ્વાસ (= નિસાસા) લીલા કમળની મધ્યમાં સમાપ્ત થઈ ગયા. (૬૯૩)
[અમરુ- ૬૦] ૧૬૧) એક પત્નીયુક્ત તે છે અનુકૂળ. (૧૮) જેમ કે,
આ ઘરમાં, (રહેલી) લક્ષ્મી છે. આ, નયનોની અમૃતશલાકા છે. એનો આ સ્પર્શ તે શરીર ઉપર (લગાવેલો) ચંદનનો રસ છે. ઠંડો અને લીસો એવો આ હાથ (તે) ગળામાં પહેરાવેલ) મોતીની માળા છે. એનું શું પ્રિય નથી? ફક્ત એનો વિરહ (જ) અસહ્ય છે. (૬૯૪)
[ઉત્તરરામચરિત-૧. ૩૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org