________________
૨૩૨-૧૩૨) મ. ૬. મૂ. ૨૨-૨૦]
२९५ અહીં ઉપમેયનો ઉત્કર્ષ છે. ઇવ વગેરે પદના અભાવે સામ્યનું કથન તો થયું નથી. અહીં જ “મુખ વડે રાત્રિમાં સ્મિત કમળની વિડંબના કરે છે.” એવો પાઠ ફેરવતાં ઉપમાનનો અપકર્ષ (જણાય છે).
કલંકરહિત મુખ વડે કલંક્તિ ચન્દ્રને જીતે છે. (૬૨૪) અહીં ઉર્ષ અને અપકર્ષ એકસાથે રહેલા છે. અહો આ (સ્ત્રી) મુખ વડે કમળની વિડંબના કરે છે. (૬૨૫) અહીં ઉત્કર્ષ અને અપક્ષના હેતુઓનું કથન નથી પરંતુ બધે જ આક્ષેપથી સામ્ય તો પ્રતીત થાય છે. શ્લેષ વ્યતિરેક તો સંકરાલંકારનો વિષય છે તેથી ત્યાં જ ઉદાહૃત કરાશે.
૧૩૧) વિશેષનું સામાન્યથી સાધમ્ય અથવા વૈધમ્ય દ્વારા સમર્થન (કરાય) તે અર્થાન્તાન્યાસ (અલંકાર છે). (૧૯)
સાધર્મ્સ વડે કે વેધમ્મથી જ્યાં વિશેષ (બાબત) સામાન્ય વડે સમર્થિત કરાય તે જાણે કે બીજા અર્થનો ન્યાસ (હોઈ) અર્થાન્તરન્યાસ (કહેવાય છે).
તેમાં સાધચ્ચેથી જેમ કે, રથમાં બેઠેલા રયાંગપાણિને જોઈને “લક્ષ્મી (તેના) યોગ્ય સ્થાને બેઠી” એમ તેણે કહ્યું. ગુણોને વિષે સજ્જનો મત્સરરહિત હોય છે. (તેમનાં) વેર (જે તે) કાર્યવશાત્ હોય છે. (૬૨૬) [ ] વૈધર્મેથી જેમ કે,
બીજી સ્ત્રીમાં રહેલા ચિત્તવાળા હૃદયનાથને જોઈ શક્તિ બનેલી તથા જેણે ખૂબ સુરાપાન ક્યું છે તેવી બીજી સ્ત્રીએ મદ ન કર્યો. ખરેખર આનંદ જ મનના મદનું કારણ છે. (૬૨૦) [શિશુપાલવધ ૧૯.૨૮] ૧૩૨) સ્તુતિને માટે સંશયની ઉક્તિ તે સસન્ધહ છે. (૨૦)
સ્તુતિ દ્વારા જેમાં અન્ય અલંકાર રહ્યો હોય તે રીતે પ્રસ્તુત વસ્તુના વર્ણન માટે સંશયની ઉક્તિ નિર્ણયરૂપી અંતવાળી કે નિર્ણયના અંતરહિત અથવા, ભેદની ઉક્તિ કે અનુક્તિ હોતાં, એમ (ચતુર્વિધ) સસÈહ થાય છે. જેમ કે,
જેમાં ભ્રમર બેઠા છે તેવાં પેલાં બે કમળપત્રો છે કે વિશાળ નયનવાળીનાં ચંચળ લોચન છે ? ઝૂકેલી પાંપણવાળીના વાળ છે કે નિઃશબ્દ ને નિશ્ચલ એવા ભ્રમરનાં ટોળાં છે? (૬૨૮)
સ્પષ્ટ હાસ્યથી સ્કુટ દાંતરૂપી કેસરવાળું આ મુખ છે કે ખીલેલું કમળ? એ પ્રમાણે નલિનીવનમાં ભળી ગયેલી સખીને લાંબા સમય પછી સ્ત્રીઓએ ઓળખી. (૬૨૯)
[કિરાત૦ ૮.૩૫ - ૩૬] અહીં રૂપક જેના ગર્ભમાં છે તેવો નિર્ણયના અંતવાળો સંશય છે. અથવા જેમ કે,
પછી તે મેરુ પર્વતના જય માટે અથવા દિશાઓના છેડાને જોવાની ઇચ્છાથી ઉતાવળે અથવા ઊંચા આકાશને ઓળંગવા માટે તે ઊંચા હિમાલય તરફ ગયો. (૬૩૦)
[કિરાત૦ ૫.૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org