________________
૨૩૯) એ. ૬. ખૂ. ૨૨]
२९९ એકનું અનેક સ્થળે તથા અનેકનું એક સ્થળે કમપૂર્વક રહેવું તે પર્યાય (કહેવાય છે). સમ દ્વારા સમ, ઉત્કૃષ્ટ વડે નિકૃષ્ટ કે નિકૃષ્ટ દ્વારા ઉત્કૃષ્ટની અદલબદલ કરવી તે વિનિમય (કહેવાય છે) તે (= પર્યાય અને વિનિમય) આ (બંને) પરિવૃત્તિ છે. જેમ કે, - જે તેના અધરની લાલાશ રાત્રે પ્રિયતમે દૂર કરી તે જ સવારે સપત્નીઓનાં નયનોમાં સંક્રાન્ત થયેલ જણાય છે. (૬૩૫)
[સપ્તશતી-૧૦૬, ગાથા સપ્તશતી-૨.૬] અહીં એકનું એક સ્થળે રહેવું (દર્શાવ્યું છે. રાગનો વાસ્તવમાં ભેદ હોવા છતાં પણ એકરૂપે અધ્યવસિત કરતો હોઈને (તેનું) એકત્વ વિરોધ પામતું નથી. જેમ કે,
તોë નતમત્તિ... વગેરે. અહીં અનેક ઘર વગેરે એક સ્થળે, (એટલે કે) જિમાં રહ્યાં છે. સમથી સમનો વિનિમય - જેમ કે,
અહીંથી કાનરૂપી કૂંપળને લઈને ચરણ અર્પિત કરે છે. બંનેના એકસરખા વિનિમયથી પરસ્પરને છેતર્યા નથી તેમ હું માનું છું. (૬૩૬)
બળમાં પૃથ્વીની સીમાને વ્યાપી વળેલો જે યજ્ઞ દ્વારા ઘુલોકને જીતવાની ઇચ્છા રાખે છે તેણે સ્વર્ગના ગૃહોને અભય આપીને વિકલાંગતાને લીધી. (૬૩૭)
અહીં ઉત્કૃષ્ટ એવા અભય વડે નિકૃષ્ટ એવી વિકલાંગતાનો (વિનિમય છે).
તે વૃદ્ધ જટાયુ સ્વર્ગે ગયા તેમાં હવે શોક પામતા જેવું શું છે ? કેમ કે તેણે જર્જરિત શરીરના નાશ દ્વારા ચન્દ્રકિરણ જેવો ઉજ્વળ યશ ખરીદ્યો છે. (૬૩૮)
સિ.કે. ૩,૮૧] અહીં નિકૃષ્ટ દ્વારા ઉત્કૃષ્ટનો (વિનિમય છે). ૧૩૫) હેતુના લીધે સાધ્યનું અવગમન તે અનુમાન (અલંકાર છે). (૨૩)
અન્યથાનુપપત્તિ ( બીજી રીતે ઘટી ન શકાય તે) એકમાત્ર લક્ષણ છે જેનું, તેવા હેતુને લીધે સાધ્ય એટલે કે જાણવાને ઇચ્છિત એવા અર્થની પ્રતીતિ જ્યાં વર્ણવાય છે, તે અનુમાન છે. જેમ કે,
અનુજ્ઞાપૂર્વક આવતો તું ખરેખર તેના ચરણોમાં પડ્યો હશે, નહીં તો લલાટમાં અળતાના તિલકનું આ ચિહ્ન ક્યાંથી હોય ? (૬૩૯)
ન્દ્રિ.- ૭.૫૭] અથવા જેમ કે,
હે નિતંબિનિ, તારો મધ્યભાગ (- કમર) છે તેવો નિર્ણય કરવો શક્ય છે. તેમ ન હોત તો સ્તનભારની ઉપસ્થિતિની ઉપપત્તિ જ ન થાત. (૬૪૦)
[કાવ્યાદર્શ-૨.૨૧૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org