________________
૬૪૨-૨૪૩) ઞ. ૬. સૂ. ૩૦-૨૬]
३०७
ધનમાંથી દાન, વાણીમાંથી સત્ય તથા આયુષ્યમાંથી કીર્તિ અને ધર્મ, રારીરમાંથી પરોપકાર એ રીતે અસારમાંથી સાર ગ્રહણ કરવો. (૬૫૮) [સ.કં.૩.૫૪] પ્રૌઢ મહિલાઓમાં જે સારી રીતે શીખેલું છે તે રતિ વિષે સુખ આપે છે અને નવવધૂઓમાં જે જે શીખ્યા વગરનું છે તે તે કૃતિ આપે છે. (૬૫૯) [સ.કં.૩.૫૬; ૫.૨૨૩]
આમાં (= ઉપરનાં ઉદાહરણોમાં) વક્રતા વાળમાં જ વગેરે, રાજ્યમાં સાર પૃથ્વી જ વગેરે, ધનમાંથી સાર દાન વગેરે, પ્રૌઢ મહિલાઓમાં સારી રીતે શીખેલું જ વગેરે નિષેધ કરતી બાબતનું પ્રતીયમાનત્વ છે. બીજાના નિષેધનો અભાવ હોય અને પ્રશ્નોત્તરની ઉક્તિ હોય ત્યારે તેમનું શું વૈચિત્ર્ય નથી. તેથી ઉત્તરને લક્ષિત કરેલ નથી. ઉત્તરમાંથી પ્રશ્ન વગેરેની પ્રતીતિ તો અનુમાન જ છે. જેમ કે,
પૃથક્
[સપ્તશતક - ૯૫૧
‘હે વણિક, જ્યાં સુધી ચંચળ...’ (પૃ. ૩૫) (૬૬૦) અહીં વિશિષ્ટ ઉત્તર બીજી રીતે ઉત્પન્ન ન થતો હોઈ પ્રશ્નનું અનુમાન થાય છે.
તેમ જ,
હે સખીઓ તમે જે કહો છો તે બધું જ તે પ્રમાણે હું કરીરા જો તે સામે આવે ત્યારે મારી ધીરજને રોકવાને શક્તિમાન થઈરા તો ! (૬૬૧) [સસરાતી- ૮૯૭]
અહીં ભૃકુટિ વગેરે દ્વારા માન કર એ પ્રમાણે સખીનું પૂર્વવચન અનુમિત થાય છે. ૧૪૨) ક્રમપૂર્વક પછી પછીની બાબત પૂર્વ પૂર્વનું કારણ હોય તે છે કારણમાલા. (૩૦) પછી પછીના પ્રતિ પૂર્વ પૂર્વનું કારણત્વ હોય ત્યારે કારણમાલા (બને છે) જેમ કે,
=
દ્રવ્યરહિત લજ્જા પામે છે. લજ્જાથી ઘેરાયેલા તેજથી ભ્રષ્ટ થાય છે. નિસ્તેજ બનેલા તિરસ્કૃત થાય છે. તિરસ્કારથી નિર્વેદને પામે છે. નિર્વેદ પામેલા શોકને પામે છે. શોથી વિવશ બનેલા બુદ્ધિથી ત્યજાય છે. બુદ્ધિ વગરના નાશ પામે છે. અહો ! નિર્ધનતા સર્વ આપત્તિઓનું સ્થાન છે. (૬૬૨)
[મૃચ્છકટિક-૧.૧૪]
એકમાત્ર કારણ હોય તો વૈચિત્ર્ય યોગ્ય હોતું નથી તેથી હેતુ (નામે) બીજો અલંકાર છે નહીં.
૧૪૩) સ્વાતંત્ર્ય, અંગત્વ, સંશય અને એક પદ્ય દ્વારા (= સ્વતંત્ર હોય તે રીતે, અંગરૂપ હોય તે રીતે, સંશયરૂપ અને એકસાથે હોય તે રીતે, આમાંનું (= અલંકારોનું) એકસાથે હોવું તે સંકર (અલંકાર છે). (૩૧)
એક્બીજાની અપેક્ષા ન હોવી તે સ્વાતંત્ર્ય છે. અંગત્વ એટલે ઉપકારત્વ. એકને સ્વીકાર કરવામાં કે અન્યનો ત્યાગ કરવામાં સાધક કે બાધક પ્રમાણ ન હોવાથી નિર્ણય ન થાય તે છે સંશય. એક પદ્દમાં અર્થ અને રાખ્તના અલંકારોનો સમાવેશ તે એક પથ છે. આ દ્વારા (આ ચાર પ્રકારે) પૂર્વે કહેવાયેલ અલંકારોનું એક વાક્યમાં અથવા વાક્યાર્થમાં હોવું તે સંકીર્ણ સ્વરૂપને લીધે સંકર (કહેવાય છે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org